
વિજાપુર કુકરવાડા એપીએમસી માર્કેટ યાર્ડ મા આવેલ ગણેશ ટ્રેડિંગ માંથી મામલતદાર અને પુરવઠા મામલતદાર એ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ મા આવેલ ગણેશ ટ્રેડિંગ નામની દુકાન માંથી ગેરકાયદેસર રીતે મૂકેલો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો બાતમી ના આધારે ગત રાત્રીએ રેડ કરી ને ઝડપી પાડી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરવઠા મામલતદાર સાજન ભાઈ પટેલ તેમજ મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને ગત શુક્રવાર ના રોજ સાંજના સમયે ખાનગી મા બાતમી મળી હતી કે કુકરવાડા ગામે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ મા આવેલ ગણેશ ટ્રેડિંગ દુકાન મા સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો રાખી વેપાર કરવાની દુકાનદાર વેતરણ મા છે મળેલી બાતમી ના આધારે મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ નાયબ મામલતદાર પુરવઠા સાજન ભાઈ પટેલ સહિત ટીમ બનાવી સ્થળ ઉપર રાત્રી દરમ્યાન પોહચી ગણેશ ટ્રેડિંગ ના સંચાલક ને સરકારી અનાજનો જથ્થો બારોબારિયું કરે તે પહેલા ઝડપી લઇને જથ્થો સીઝ કર્યો હતો. જોકે આવેલ જથ્થો કોના પાસેથી લીધો હતો. કોણે જથ્થો પોહચાડ્યો હતો. માલ અંગે દુકાનદાર પાસે બીલો સહિત ની અધિકારી એ માંગ કરતા દુકાનદાર જવાબો આપવા મા નિષ્ફળ બન્યો હતો. મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ નાયબ મામલતદાર પુરવઠા અધિકારી સાજન ભાઈ પટેલે ગણેશ ટ્રેડિંગ માંથી શંકાસ્પદ જથ્થો 21 બોરી ઘઉં તેમજ 100 કટ્ટા ચોખા તેમજ 13 કટ્ટા ચણા દાળ સહિત માલ જપ્ત માલ ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યા હતો. જેનો જીલ્લા પુરવઠા વિભાગ ને રીપોર્ટ કરવા મા આવ્યો છે. આ મળી આવેલ સરકારી અનાજનો જથ્થો FPS કે MDM જથ્થાનો છે કે કેમ આ જથ્થો કોણે આપ્યો તેની મામલતદાર દ્વારા તપાસ હાથ ધરી છે. પુરવઠા વિભાગ ની રેડ ને લઈ સરકારી અનાજનો ના જથ્થા નો વેપાર કરતાં વેપારીઓ મા ભારે ફફડાટ ફેલાયો હતો.




