MEHSANAVIJAPUR

વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત યોગ કેમ્પનો શુભારંભ કરાયો

કેમ્પમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેક-અપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે

વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત યોગ કેમ્પનો શુભારંભ કરાયો
કેમ્પમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેક-અપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ યોગ કેમ્પ વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ ખાતે ના ગ્રાઉન્ડ માં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ વધતી મેદસ્વિતા સામે જાગૃતિ ફેલાવવો તેમજ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો છે.યોગ અભ્યાસીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક કેમ્પમાં ભાગ લીધો અને “મેદસ્વિતા મુક્ત અંતર્ગત આરોગ્ય માટે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવા સંકલ્પ લીધો હતો.આ યોગ અભિયાન ૧૦ ડિસેમ્બર સુધી સતત ચાલશે, જેમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેક-અપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે આશ સેકન્ડરી સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય રીટાબેન પટેલ, રોટરી ક્લબ તેમજ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શામજીભાઈ ગોર, ક્લબના પ્રેસિડેન્ટ સંગીતા પટેલ, ડો. હર્ષ પટેલ, કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી કાર્યકર રમેશભાઈ એસ પટેલ, અને ગાયત્રી પરિવારના જગદીશભાઈ પંચાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ દિવસે જ કેમ્પમાં ૧૦૦ જેટલા ઉત્સાહી ભાઈઓ અને બહેનોએ રજીસ્ટ્રેશન કરાવીને હાજરી આપી હતી. તાલુકાના નાગરિકોમાં મેદસ્વિતા સામે જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા આ સંખ્યા પરથી સ્પષ્ટ થાય છે. તાલુકા યોગકોચ દીપિકા પટેલ, સહ સંચાલક સ્વાતી પટેલ અને જયંતી પટેલ, તેમજ શહેરના અન્ય યોગ ટ્રેનરો દ્વારા આગામી એક મહિના દરમિયાન મેદસ્વિતાને દૂર કરવા માટેના વિશેષ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે. આ કેમ્પથી નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!