MEHSANAVIJAPUR

ચીનમાં એશિયન ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર મીના પરમારે કડી અને સાંથલ ગામનું નામ વિશ્વ મંચે ઝળહળ્યું

કડીની દિકરી મીના પરમારનો ઐતિહાસિક કારનામો આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ જીતતા ગુજરાત–ભારત નુ ગૌરવ

કડીની દિકરી મીના પરમારનો ઐતિહાસિક કારનામો
આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ જીતતા ગુજરાત–ભારત નુ ગૌરવ ચીનમાં એશિયન ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર મીના પરમારે કડી અને સાંથલ ગામનું નામ વિશ્વ મંચે ઝળહળ્યુંવાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી તાલુકાએ એકવાર ફરી ગૌરવનો જ્યોત પ્રગટાવ્યો છે. તાલુકાની પ્રતિભાશાળી અને સંઘર્ષશીલ દિકરી મીના પરમારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશ અને રાજ્યનું નામ રોશન કરતા ચીન ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ ટેનિસ નેશનલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.મીના પરમાર ના આ ઐતિહાસિક પ્રદર્શનથી ગુજરાત રાજ્ય, મહેસાણા જીલ્લો, ખાસ કરીને કડી તાલુકો વિશ્વના રમત–વિશ્વમાં ગુંજી ઉઠ્યો છે. તાલુકાના રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્થાનિક રમતજગતમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી નેશનલ પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025–26 માં પણ મીના પરમારે પોતાની પ્રતિભાનો ફરી એકવાર પ્રભાવ પેદા કરતા બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડીઓમાં શાનદાર સ્થાન મેળવ્યું.કડી તેમના પિયરની ઓળખ છે, જ્યારે સાંથલ ગામ તેમની જીવનયાત્રાનો અધ્યાય છે. બંને ગામને આજે મીના પરમાર ગર્વ અનુભવાવી રહી છે. અત્યાર સુધી તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ જીતીને ગુજરાતનું કાંસ્ય નહીં—સોનેરી નામ કર્યું છે.
“મારા મા–બાપનો આશીર્વાદ જ મારી દરેક જીતનું બળ” — મીના પરમાર
મીના પરમાર ભાવુક દૃઢતા સાથે કહે છે કે તેમની દરેક સિદ્ધિ પાછળ તેમના માતાપિતાના આશીર્વાદ છે.ભલે આજે તેઓ આ દુનિયામાં નથી, પરંતુ હું જ્યારે પણ જીતું છું ત્યારે મને લાગે છે કે મારા મા–બાપે મને ફરી આશીર્વાદ આપ્યા,” મીનાએ ભાવવિભોર થઈ જણાવ્યું હતુ હમણાં જ ઓક્ટોબરમાં મીના પરમારે ચીન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું — જે કોઈપણ ખેલાડી માટે સૌથી મોટી સિદ્ધિ ગણાય છે. મીનાની આંતરરાષ્ટ્રીય યાત્રા આજે કડી તાલુકાની દીકરી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનું કારણ બની છ
વિશ્વ મંચ પર તિરંગો લહેરાવવાની જિદ્દ
મીના પરમાર એક જ લક્ષ્ય સાથે આગળ વધી રહી છે —
“દેશનું નામ ઊંચું કરવું, તિરંગો વિશ્વમાં ગૌરવથી લહેરાવવો.”
તેઓ આવતા સમયમાં વધુ મહેનત, વધુ તાલીમ અને વધુ મેડલો સાથે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય રમતવિશ્વમાં તેજસ્વી બનાવવા પ્રતિબદ્ધ છે.
કડી અને સાંથલ ગામની પુત્રી મીના પરમાર આજે લાખો યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

Back to top button
error: Content is protected !!