
મેહસાણા બી ડિવિજન પોલીસે ગાંજા બોલેરો સાથે બે ઈસમો ને ઝડપી પાડયા
૫,૦૦,૬૫૯/- નો મુ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા બી ડિવિજન પોલીસે બાતમીના આધારે વાઈડ એંગલ સિનેમા પાછળ આવેલ સોસાયટી નજીક બોલેરો કાર મા બેઠેલા બે ઈસમો ના ખિસ્સા માંથી ગાંજો ૪૫.૯૪ ગ્રામ જથ્થો ઝડપી બોલેરો કાર સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધીક્ષક ની સૂચના આદેશ મુજબ પોલીસ અધિકારી એન એસ ઘેટીયા તેમજ સર્વેલન્સ સ્કોર્ડ ને ખાનગી મા બાતમી મળી હતી કે વાઈડ એન્ગ્લ સિનેમા પાછળ આવેલ રાધે કુંજ બેંગ્લોજ સોસાયટી નજીક એક સફેદ કલરની ઊભેલી મહેન્દ્ર બોલેરો કાર મા બેઠેલા બે ઈસમો ગાંજા નુ વેચાણ કરી હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે બાતમી ના આધારે રેડ કરી સ્થળ ઉપર ઊભેલી બોલેરો કાર જીજે ૦૨ સી.એલ ૭૩૦૦ નમ્બર વાળી કારની તલાશી લેતા કારમાં બેઠેલા બે ઈસમો ના ખિસ્સા માંથી ૪૫.૯૪ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બોલેરો કાર મોબાઈલ ગાંજો ના જથ્થા સાથે રૂપિયા ૫,૦૦,૬૫૯/- નોર મુદ્દામાલ જપ્ત કરી અનંત કુમાર સુરેશ ભાઈ રાવલ તેમજ વિપુલજી માધાજી ઠાકોર ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



