MORBI:મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતાં બે ઝડપાયા ચાર નાસી ગયા
MORBI:મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતાં બે ઝડપાયા ચાર નાસી ગયા
મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડા દરમિયાન બે આરોપી ઝડપાઈ ગયા હતા જ્યારે ચાર આરોપીઓ નાસી ગયા હતા.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, નારણકા ગામની સીમમાં ખેવારિયા ગામ તરફ જવાના રસ્તે આરોપી મહેશગર રેવાગર ગોસાઈ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મહેશગર રેવાગર ગોસાઈ અને આરોપી દિનેશ શાંતિલાલ વિલપરા નામના બે આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા.જો કે, દરોડા દરમિયાન પોલીસને જોઈ જતા આરોપી દેવાયત આહીર, કરમશી ઉર્ફે કાળુભાઈ ઓડિયા, અરવિંદભાઈ ગઢિયા અને આરોપી મુકેશ પટેલ નાસી ગયા હાલ પોલીસે ચારેય આરોપીઓને ફરાર દર્શાવી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 30,400 કબ્જે કરી મોરબી તાલુકા પોલીસે જુગારધામ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી