મહેસાણા પોસ્ટલ ડીવીઝનની કુલ ૫૩ પોસ્ટ ઓફિસો અને ૨૫૬ બ્રાંચ પોસ્ટ ઓફીસને IT 2.0 હેઠળ આવરી લેવાઇ
દેશની ટપાલ સેવાઓને વધુ આધુનિક, ઝડપી અને પારદર્શક બનાવવાનો હેતુ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા


આ નવી વ્યવસ્થાના અમલથી ગામડાઓ સુધી ડિજિટલ સેવા પહોંચશે અને ગ્રાહકોને વધારે ઝડપી, પારદર્શક અને આધુનિક સેવા મળી રહશે. આ નવી તકનીકી સેવા દ્વારા મહેસાણા પોસ્ટલ ડીવીઝનની કુલ ૫૩ પોસ્ટ ઓફિસો અને ૨૫૬ બ્રાંચ પોસ્ટ ઓફીસને IT 2.0 હેઠળ આવરી લેવામાં આવી છે.આ ડીજીટલ પરિવર્તન મહેસાણા શહેર અને જીલ્લાના તમામ ગામના લોકો માટે ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ઝડપી અને સરળ ટપાલ સેવાઓ ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે મહેસાણા ડીવીઝનના ડાકઘર અધિક્ષકશ્રી એસ.યુ મન્સૂરી, સહાયક ડાકઘર અધિક્ષક (હેડ કવાર્ટર)શ્રી આર.એમ રબારી, મહેસાણા સબ ડીવીઝનના સહાયક ડાકઘર અધિક્ષકશ્રી ડી.પી.સુથાર , ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ મહેસાણા ડીવીઝન શ્રી ચેતન સુથાર,ઇન્સ્પેકટર ઓફ પોસ્ટ વિસનગર સબ ડીવીઝન શ્રી સંદીપ કુમાર, તેમજ મહેસાણા હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરશ્રી ડી.કે નાડોદા અને તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ થી IT 2.0 નું સફળતા પૂર્વક શરૂઆત કરવામાં આવી.




