
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મોટીદાઉ ખાતે જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન યોજાયુ
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મોટીદાઉ ખાતે જિલ્લા પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન યોજાયુ હતુ. મહેસાણા તલુકાના મોટીદાઉ ખાતે પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતુ .
તેમજ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવેલ. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા પોતાના દિલ્હી ખાતેના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવેલ. ઉપસ્થિત મહાનુભાવો ની હાજરીમાં પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓના પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.
નિવૃત મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો.જે. કે.પટેલ , મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એસ યુ પટેલ , દૂધ સાગર ડેરી ના ડો. એમ.એ.પટેલ તથા મદદનીશ પશુપાલન નિયામક ,જિલ્લા પંચાયત ડો.બી.ડી.અમીન તથા સફળ પશુપાલક શ્રી અતીન પટેલ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અર્થે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપેલ. આ શિબિરમાં બહોળી સંખ્યામાં મહેસાણા, બેચરાજી, જોટાણા તેમજ વિસનગર તાલુકાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને પશુઓમાં ઉત્પાદકતા વધારવા અંગેની આધુનિક ટેક્નોલોજી, સેકસડ સોર્ટેડ સિમેન, પશુપાલન વ્યવસાય મેનેજમેન્ટ, પશુપાલકો ને મૂંઝવતા પ્રશ્નોની માહિતી તથા માર્ગદર્શન મેળવ્યું હતુ .
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે તેમજ ધારાસભ્ય બેચરાજી શ્રી સુખાજી ઠાકોર , મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા . દુધ ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિચેરમેનશ્રી શ્રીમતી ઇન્દુબેન એમ. ચૌધરી, સદસ્યશ્રી જી.પં.મહેસાણા શ્રી મુકેશભાઈ આઇ.પટેલ , શ્રી એમ.ડી.ચૌધરી તથા ડો.કે.જી.બ્રહ્મક્ષત્રિ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, અમદાવાદ વિભાગ દ્વારા પ્રેરક ઉપસ્થિતિ આપવામાં આવી હતી.






