વિજાપુર તાલુકાના ઉબખલ આયુષ્માન આરોગ્યમંદિરનું નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ
દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય સેવાઓનું સઘન નિરીક્ષણ, ગુણવત્તા સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ઉબખલ સ્થિત આયુષ્માન આરોગ્યમંદિર (સબ સેન્ટર) ખાતે નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત નેશનલ લેવલનું એસેસમેન્ટ હાથ ધરાયું હતું. આ એસેસમેન્ટ માટે નવી દિલ્હીની National Health Systems Resource Centre (NHSRC)ની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.
જિલ્લા કલેકટર સતીષભાઈ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જેસ્મીન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી યોજાઈ હતી. જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોખડાના મેડિકલ ઓફિસર ડો. મંથન શાહ, આયુષ મેડિકલ ઓફિસર ડો. રવિ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને આબિદભાઈ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
દિલ્હીથી આવેલ NHSRCની નિષ્ણાત ટીમમાં ડો. રાખી ચાવલા અને ડો. હર્ષલા સુધાકર વેદકે આરોગ્યમંદિરની વિવિધ સેવાઓનું સઘન મૂલ્યાંકન કર્યું હતું. ટીમ દ્વારા સગર્ભા માતાઓની સંભાળ, પ્રસુતિ અને પ્રસુતિ પછીની સેવા, નવજાત શિશુ અને એક વર્ષથી નાનાં બાળકોની આરોગ્ય સેવા, રસીકરણ, કિશોર-કિશોરી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમો તથા સામાન્ય અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારીની સમીક્ષા કરવામાં આવી.
સાથે સાથે સંચારી અને બિનસંચારી રોગો જેમ કે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કેન્સરનું નિદાન-ઉપચાર, નાક-કાન-ગળાના રોગોનું સ્ક્રીનિંગ, દંત આરોગ્ય સેવા, માનસિક આરોગ્ય સેવા તથા વૃદ્ધોની ઉંમર સંબંધિત સારવાર અંગે પણ નિરીક્ષણ કરાયું હતું. ઈમરજન્સી સેવા, આરોગ્ય કેન્દ્ર અને કેમ્પસની સ્વચ્છતા, હર્બલ ગાર્ડન અને બાયો-મેડિકલ વેસ્ટ નિકાલ વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવી અને જરૂરી ચેકલિસ્ટ પૂર્ણ કરીને ગુણવત્તા માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ઉબખલ પેટા આરોગ્ય કેન્દ્રની સી.એચ.ઓ. કામિની વર્મા, ફીમેલ હેલ્થ વર્કર જ્યોત્સનાબેન અને મેલ હેલ્થ વર્કર હાર્દિક નાયીએ એસેસમેન્ટ પ્રક્રિયામાં સક્રિય સહભાગિતા નોંધાવી. પ્રસંગે ગામના સરપંચ અમરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લેબ ટેકનિશિયન વસંતભાઈ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
વિજાપુર તા