MEHSANAVADNAGAR

વડનગર તાલુકાના કરબટીયા ખાતે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ અને અટલ ભુજલ યોજનાની અંતર્ગત તાલીમ યોજાઈ

ખેતીમાં જીવામૃત અને બીજામૃત વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર

વડનગર તાલુકાના કરબટીયા ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઇ હતી. જેમાં સ્થાનિક પશુપાલકો ખેડૂત ભાઈઓ બહેનોને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને બીજામૃત વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ પણ સમજાવવામાં આવી હતી.

શોભાસણના ગ્રામસેવક શ્રી ધર્મેન્દ્રભાઈ પરમારે જણાવ્યું છે. કરબટીયા ખાતે પ્રાકૃતિક તાલીમ અને અટલ ભુજલ યોજના અંતર્ગત ગામના સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોએ પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ લીધી હતી તેમજ અટલ ભુજલ યોજના અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કેમ કરવો તેમજ પાણી વ્યવસ્થાપન કઈ રીતે કરવી તે વિવિધ પ્રકારની આયતો વિશે માહિતી પૂરી પાડી હતી.

Back to top button
error: Content is protected !!