MEHSANAVIJAPUR

વિજાપુર થી દ્વારકા નવીન બસ સેવા શરૂ કરાઈ યાત્રાળુઓમાં આનંદ, ડેપો એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ

વિજાપુર થી દ્વારકા નવીન બસ સેવા શરૂ કરાઈ યાત્રાળુઓમાં આનંદ, ડેપો એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા યાત્રાળુઓની લાંબા સમયથી ચાલતી માંગણીને માન આપી વિજાપુર થી દ્વારકા સુધીની નવીન સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ દરરોજ સાંજે 6:45 કલાકે વિજાપુરથી દ્વારકા માટે પ્રસ્થાન કરશે, જ્યારે દ્વારકાથી વિજાપુર આવતી બસ પણ સાંજે 6:45 કલાકે ઉપડશે.
આ નવી સેવા શરૂ થતા દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે જતા યાત્રાળુઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ સીધી બસ સુવિધા ન હોવાથી મુસાફરોને વચ્ચે ટ્રાન્સફર કરવું પડતું હતું, પરંતુ હવે સીધી બસ ઉપલબ્ધ થતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે.નવી રૂટની શરૂઆત નિમિત્તે વિજાપુર ડેપો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ડેપોને એરપોર્ટ જેવી સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો હતો. મુસાફરો માટે બેઠકો, પાણી અને અન્ય સુવિધાઓ સુલભ બનાવવામાં આવી છે.
સ્થાનિક નાગરિકો અને યાત્રાળુઓએ આ પહેલનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, દ્વારકા દર્શન માટે હવે વધુ સરળ અને આરામદાયક મુસાફરી શક્ય બનાવાઈ હતી.

Back to top button
error: Content is protected !!