વિજાપુર રોટરી ક્લબ ખાતે વર્ષ 2025 -26 નો પ્રમુખ મંત્રી માટે નો શપથવિધિ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ ખાતે વર્ષ 2025-26 ના નવા પ્રમુખ તેમજ મંત્રી તેમજ સદસ્યો ની શપથવિધિ દાતાઓનો સન્માન નો કાર્યક્રમ ડિસ્ટ્રીકટ ગવર્નર તેમજ અસીસ્ટન ગવર્નર ની ઉપસ્થિતિ માં રોટરી ક્લબ ના હોલમાં યોજાયો હતો જેમાં જુના નવા તમામ રોટરીયન સભ્યો જોડાયા હતા કાર્યકમ માં શરૂઆત પ્રાર્થના કરીને કરવા માં આવી હતી વિદાય લેતા પ્રમુખ સંજય ભાઈ પટેલે નવા પ્રમુખ સંગીતા બેન પટેલ ને પ્રમુખ નો તાઝ સોંપ્યો હતો. તેમજ વિદાય લઈ રહેલા મંત્રી પ્રિતેશ પટેલે નવા મંત્રી તરીકે નો ચાર્જ ધર્મેન્દ્ર પટેલ ને સોંપ્યો હતો .સાથોસાથ યુવા વર્ગ ના રોટ્રેકટ સભ્ય શ્રેયસ પટેલે રોટ્રેક્ટ પ્રમુખ અને ડો રૂપેન પટેલે મંત્રી તરીકે ચાર્જ લીધો હતો. નવા રોટરીયન પ્રમુખ સંગીતા બેન પટેલ અને રોટરીયન મંત્રી ધર્મેન્દ્ર પટેલ અને રોટ્રેકટ પ્રમુખ શ્રેયસ પટેલ અને રોટ્રેક્ટ મંત્રી ડો રૂપેન પટેલ અને રોટરી કલબ ના સભ્યોને રોટરી કલબ ના ડી.જી.ઇ નૈમિષ રવાણી તેમજ એ જી ઝોન 10 ઇન્ડકશન ઓફિસર અમિત ભાવસારે શપથ લેવડાવ્યા હતા કેટલાક દાતાઓ આપેલા દાન ને લઈને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા રોટરી ક્લબ દ્વારા આગામી દિવસો માં કરેલા કામો તેમજ સેવાકીય પ્રવૃત્તિ જાહેર કરવામાં આવી હતી ડી જી ઇ નૈમિષ રવાણી રોટરી ક્લબ ની કામગીરી ના સેવાના કાર્યો ના વખાણ કર્યા હતા આ કાર્યક્રમમાં રોટરી કલબ ના ચેર પર્સંન શામજીભાઈ ગોર, રમેશભાઈ પટેલ, કનુ ભાઈ આચાર્ય પીબી પટેલ પરેશ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન હાસ્ય કલાકાર એંકર અજય બારોટ દ્વારા કરવામાં આવ્યું હતુ.




