ઝઘડીયા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રાથમિક શાળા તલોદરા મુકામે યોજાયું.
આજ રોજ તા.૨૭.૦૯.૨૦૨૪ ને શુક્રવારે ઝઘડીયા તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રા.શા.તલોદરા મુકામે યોજાયેલ હતું, જેમાં ઝઘડીયાનાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતનાં પ્રમુખ જયેન્દ્ર વસાવા, પર્યાવરણ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચનાં લાયઝન દિનેશભાઈ ભાભોર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાલા, બી.આર.સી.કો. ઓર્ડિનેટર રાજીવભાઈ પટેલ, જીવીટીનાં ફાઉન્ડર રમેશભાઈ કાસુન્દ્રા, ગ્રામ પંચાયતનાં સરપંચ ઉર્મિલાબેન, ઉપસરપંચ વિકાસભાઈ, તાલુકા પંચાયતનાં સભ્ય રીનાબેન, એસ.એમ.સી.નાં અધ્યક્ષ, નિવૃત્ત શિક્ષક જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘનાં હોદ્દેદારો, બીટ નિરીક્ષકશ્રીઓ તથા શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.તલોદરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરેલ.ઝઘડીયા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને તલોદરા પ્રાથમિક શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ વસાવાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. આ પ્રદર્શનમાં જિલ્લા કક્ષાનાં અવોર્ડી શિક્ષક વિપુલભાઈ રોહિત, તાલુકા કક્ષાનાં અવોર્ડી શિક્ષક શ્રીમતી બીનીતાબેન રાણા, અલ્પેશભાઈ પટેલ, કાર્યક્રમનાં દાતાશ્રી પર્યાવરણ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને સામાજિક કાર્યકર વિઠ્ઠલભાઈ વસાવા, ગુંડેચા પ્રાથમિક શાળાનાં માજી.આચાર્ય છીતુભાઈ વસાવા તથા ગ્રામ વિકાસ ટ્રસ્ટનાં ફાઉન્ડર રમેશભાઈ કાસુન્દ્રા અને ઝોન કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રતિનિધિત્વ કરેલ શિક્ષક આશિષ પટેલ નું સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી મહાનુપભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો દ્વારા પ્રતિકાત્મક રીતે બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય અને તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ધારાસભ્યએ તમામ સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકોને અને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરી વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યુ હતું. શિક્ષકોની શૈક્ષણિક કામગીરીને બીરદાવી હતીં. તાલુકાકક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ-૧ ખોરાક સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં પ્રા.શાળા દરીયાની સ્માર્ટ ડ્રેઈનિંગ સિસ્ટમ, વિભાગ-૨ પરિવહન અને પ્રત્યાયનમાં પ્રા.શા. ઝઘડીયા કન્યાની બ્રિજઓવરલોડ એલર્ટ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, વિભાગ-૩ કુદરતી ખેતીમાં પ્રા.શા.બોરજાઈની ખેતી માટેનું મલ્ટી પર્પઝ ઈન્સ્ટ્રુમેન્ટ ,વિભાગ-૪ ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક ચિંતનમાં પ્રા.શા.દધેડાની જમીન માપણી ડીજીટલ મશીન, વિભાગ-૫ આપત્તિ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન, સંશાધન વ્યવસ્થાપનમાં પ્રા.શા.નવા ટોઠીદરાની સ્માર્ટ ઈલેક્ટ્રીક પોલ ક્રૃતિ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી રાજીવભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.
ઈરફાનખત્રી
રાજપારડી