MEHSANAVIJAPUR

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ નિમિત્તે વિજાપુર ખાતે એપીએમસી અને હેલ્થ કચેરી સહિત વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ગીત સમૂહ ગાન અને સ્વદેશી શપથના કાર્યક્રમો યોજાયા

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ નિમિત્તે વિજાપુર ખાતે એપીએમસી અને હેલ્થ કચેરી સહિત વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ગીત સમૂહ ગાન અને સ્વદેશી શપથના કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિજાપુર ખાતે એપીએમસી,જનરલ હોસ્પિટલ, ઝવેરી હાઇસ્કૂલ સહિત વિવિધ સ્થળોએ વંદે માતરમ્ અને સ્વદેશી શપથ ના કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેની એકતાના પ્રતિકરૂપ બનેલા આ ગીતનો ઉદ્ભવ ઈ.સ. 1875માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન થયો હતો, જેના માધ્યમથી રાષ્ટ્રીયતા અને ગૌરવની ભાવના એક તાંતણે બંધાઈ હતી.આ પ્રસંગે એપીએમસી ખાતે ધારાસભ્ય સીજે ચાવડા એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ એપીએમસી સેક્રેટરી રમેશભાઇ પટેલ સહિત માર્કેટ યાર્ડ ના વેપારી ખેડૂત મીત્રો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય સીજે ચાવડા એ વેપારી અને ખેડૂત મીત્રો ને વંદેમાતરમ્ રાષ્ટ્રીય ગાન સાથે સ્વદેશી અપનાવવા અંતર્ગત શપથ લેવડાવ્યા હતા. તેમજ ઝવેરી હાઇસ્કૂલ ખાતે ભાજપ ના સંગઠન દ્વારા તાલુકા પ્રમુખ હાર્દિક ભાઈ પટેલ અને શહેર પ્રમુખ અગન ભાઈ બારોટ ના અધ્યક્ષતા માં રાખવા મા આવ્યો હતો શાળાના બાળકોએ રાષ્ટ્રીય ગાઈ ને દેશ પ્રેમની ભાવના છલકાવી હતી.સમગ્ર તાલુકાનો માહોલ રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે ઉજાગર બન્યો હતોસમગ્ર માહોલ રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે ઉજાગર બન્યો હતો.તાલુકા હેલ્થ કચેરી ખાતે સવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ નું સમૂહગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સૌએ સ્વદેશી શપથ લઈ દેશપ્રેમ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પુનર્જીવિત કર્યો હતો. આ અવસર પર આરોગ્ય અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે “વંદે માતરમ” માત્ર એક ગીત નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમનું પ્રતિક છે, જે દરેક નાગરિકને દેશની સેવા અને સ્વાભિમાન માટે પ્રેરિત કરે છે.

Back to top button
error: Content is protected !!