વિજાપુર ટીબી થી વિસનગર જતા રોડ ઉપર ક્રિષ્ના માલ ગોડાઉન નજીક સવારે ચાલતા જતા યુવકનો સોનાનો દોરાની તફડંચી કરનાર એક ઈસમ એક બાળ કિશોર ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી થી વિસનગર જતા રોડ ઉપર બે દિવસ પૂર્વે સવારે ચાલવા માટે નીકળેલ યુવકનો ગળા માંથી સોનાનો દોરો ખેચી લઇને ફરાર થયેલા બે અજાણ્યા બાઈક સવારો સામે ચેતન કુમાર મફતલાલ પટેલે ફરીયાદ નોંધાવી હતી વિજાપુર પોલીસ પણ નોંધાયેલ તફડંચી ની ફરીયાદ ને લઇને સીસી કેમેરા સહિત તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન સાબરકાંઠા હિંમતનગર ની એલસીબી પોલીસને પેટ્રોલીંગ સમયે ખાનગી મા બાતમી મળી હતીકે વિજાપુર થી સોનાનો દોરો ખેચી હિંમતનગર ભાગેલો ઈસમ બસ સ્ટેન્ડ પાસે ઊભો છે તેની એલસીબી પોલીસ અધિકારી એસ એન કરંગીયા ની સૂચના મુજબ પીએસઆઇ ડી સી પરમાર ની ટીમે કોર્ડન કરી પ્રદીપ સિંગ ધારા સિંગ પ્રધાનસિંગ સરદારજી રહે મીઠા ગામ તા ભાભર બનાસકાંઠા વાળા સાથે એક સંધર્ષ મા આવેલ બાળ કિશોર સહિત બે ને ઝડપી પાડી તેઓની પાસેથી મળી આવેલ સોનાના દોરો ગુનામાં વપરાયેલ મોટર સાયકલ સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.