MEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લા શિક્ષણ તંત્રનું એક વધુ નવતર શૈક્ષણિક પ્રદાન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું ડિજિટલ લોન્ચિંગ થયું.

મહેસાણા જિલ્લા શિક્ષણ તંત્રનું એક વધુ નવતર શૈક્ષણિક પ્રદાન વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકોનું ડિજિટલ લોન્ચિંગ થયું.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર વિદ્યાર્થીઓ પોતાના સ્તર મુજબની ક્ષમતાઓ અને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓમાં પારંગત બને તે બાબત ધ્યાને લઇ મહેસાણા જિલ્લામાં ધોરણ-૫ના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વિશેષ પ્રયત્નો ચાલી રહ્યા છે. આ પ્રકલ્પ અનુસંધાને ધોરણ-૫ના વિદ્યાર્થીઓ માટે
ઓ.એમ.આર.શીટ સાથે વિવિધ અનુભવ કસોટી પણ લેવામાં આવી રહી છે. જરૂરી શૈક્ષણિક સાહિત્યના નિર્માણ માટે જિલ્લાના વિષય નિષ્ણાત શિક્ષકોની ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસમીન અને શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન પટેલની પ્રેરણા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના માર્ગદર્શન નીચે ટાસ્ક ફોર્સ ગ્રુપના 33 શિક્ષકોની માનદસેવા અને સમયદાનથી બે પુસ્તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી વિષયમાં ધોરણ-૫ વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિ આધારિત પારંગત કરવાના હેતુ સર “ગુરુચાવી” નામના પુસ્તકની રચના કરવામાં આવી છે. વિષયવસ્તુની સાથે વિદ્યાર્થીઓમાં તાર્કિક ક્ષમતાનો વિકાસ થાય તે ધ્યાને લઇ NEP અને SCF આધારિત સામગ્રી સાથેનું “ચાલો મગજ કસીએ” નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જીસીઇઆરટીના માર્ગદર્શન હેઠળ તેમજ ડાયટ પ્રાચાર્ય વિનોદભાઈ અઢીયોલની રાહબરી નીચે આ બંને પુસ્તકની સમીક્ષા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસણાના વિષય નિષ્ણાત તજજ્ઞો દ્વારા કરવામાં આવેલ છે. જીસીઇઆરટી.,ગાંધીનગરથી ડૉ. હરેશભાઈ ચૌધરી અને સમગ્ર શિક્ષા,ગુજરાતના ક્વોલીટી એન્હાન્સમેન્ટ સેલમાંથી સૂચિતભાઈ પ્રજાપતિનો આ પુસ્તક નિર્માણમાં સહયોગ મળ્યો છે. મહેસાણા ડીડીઓ ડૉ.હસરત જૈસમીન અને ડીપીઇઓ ડૉ.શરદ ત્રિવેદી દ્વારા આ બંને પુસ્તકોનું તાજેતરમાં ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, NAS, GAS, PAT, SAT અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામોમાં જિલ્લાના વિદ્યાર્થીઓને આ પુસ્તકોના ઉપયોગથી વિશેષ લાભ થશે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો,વાલીઓ,પેપર સેટર સહિત શિક્ષણ જગતમાં સૌને આ બંને પુસ્તકો માર્ગદર્શક અને ઉપયોગી બનશે આ અંગે ડૉ.શરદ ત્રિવેદી, ડીપીઈઓ-મહેસાણા એ જણાવ્યું હતુંકે
આ પુસ્તકો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કચાસ દૂર કરી ધોરણ મુજબ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં મદદ કરશે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિષયવસ્તુ સંલગ્ન ફોર્મેટ અને પ્રશ્નોથી પરિચિત કરશે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સારું પરિણામ મેળવવામાં મદદરૂપ થશે. ગોખણપટ્ટી વગર જાતે શીખવામાં મદદરૂપ થશે. વિચારવાની અને સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવવામાં મદદ કરશે.

Back to top button
error: Content is protected !!