
વિજાપુર તાલુકાના સુંદરપુરમાં NSS અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વાર્ષિક શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું મુખ્ય સૂત્ર “NOT ME BUT YOU” રાખવામાં આવ્યું હતું, જે સેવા, સમર્પણ અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપે છે.
શિબિર દરમિયાન વિકસિત ભારતના સંકલ્પને કેન્દ્રમાં રાખીને નશામુક્તિ, જનજાગૃતિ, યુવા વિકાસ તથા સ્ત્રી સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પીલવાઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન “બેટી બચાવો બેટી પઢાવો”, “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો” જેવા સૂત્રોચાર સાથે સમાજમાં સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
આ શિબિરના માધ્યમથી યુવાનોમાં સમાજસેવા, જનજાગૃતિ અને યુવા વિકાસની ભાવના વિકસે તે સાથે રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા મળી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના આગેવાનો, પ્રાધ્યાપકો તથા સ્થાનિક આગેવાનોની નોંધપાત્ર હાજરી રહી હતી.



