
વિજાપુર ગવાડા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણીય જાગૃતિ માટે E-STEM હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે વિક્રમ એ. સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC), NAAEE, અને Pratt & Whitney ના સહયોગથી ગુજરાતની મર્યાદિત સગવડ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ E-STEM (Science, Technology, Engineering and Maths for Environment) હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગવાડા પ્રાથમિક કન્યા શાળાને વર્કશોપ માટે વિવિધ શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોનોક્યુલર, આબોહવામાં પરિવર્તન અને ફળાઉ નર્સરી પુસ્તક, વિજ્ઞાન દ્રષ્ટિના ૬ અંક, ગણિત અને રસાયણ વિજ્ઞાનના ૧૨-૧૨ પ્રદર્શન ચાર્ટ, અને ૫૦ ઇકોલોજીકલ પિરામિડનો સમાવેશ થાય છે.આ મળેલા મટીરિયલનો ઉપયોગ કરીને શાળામાં ધોરણ ૬ થી ૮ ની તમામ વિદ્યાર્થીનીઓ માટે વિવિધ એક્ટિવિટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર આ વર્કશોપમાં ભાગ લીધો હતો.





