
વિજાપુર જનરલ હોસ્પટલના ફિજીયો થેરાપી વિભાગ દ્વારા આનંદ બા વૃદ્ધા આશ્રમ મહુડી ખાતે મેડિકલ ચેક અપ નો કાર્યક્રમ યોજાયો
વિજાપુર તા.
વિજાપુર ફિજીયોથેરાપી વિભાગ દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડરી (NPHCE) આંતર રાષ્ટ્રીય વયોવૃદ્ધ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે જનરલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના સ્ટાફે જીલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન અને તાલુકા આરોગ્ય અધિકારી ની સુચનો મુજબ આનંદ બા વૃદ્ધાશ્રમ મહુડીમાં નિવાસ કરતા વડીલો ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં તેમનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ ની ચકાસણી કરવામાં આવી હતી. ફિઝિયો થેરાપી વિભાગ દ્વારા તેમનું શારીરિક સ્વાસ્થય જળવાઈ રહે તે સારું હળવી કસરતો શીખવાડવામાં આવી તેમજ તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગ.ધ્યાન તેમજ મેડિટેશન નુ માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે આનદ બા વૃદ્ધાશ્રમ ના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને વયો વૃદ્ધ વડીલો ની સેવામાં આરોગ્ય સ્ટાફ સાથે જોડાયા હતા.





