GUJARATIDARSABARKANTHA
હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત અધિકારી/ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હાઈપર ટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત અધિકારી/ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
***
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના અધિકારીઓ/ કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. હાઈપર ટેન્શન વિશે જાગૃતિ લાવવા અને આ સાયલન્ટ કિલરને નિયંત્રિત કરવા માટે નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 17મી મેના રોજ વિશ્વ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે.આ આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં કર્મયોગીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ નું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંધુ સહિત જિલ્લાના 160 થી વધુ અધિકારીઓ/ કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા