
નેશનલ સ્વિમિંગમાં શ્રી વી. આર. કર્વે શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગોસ્વામીનો સુવર્ણ ચંદ્રક
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાતની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. તાજેતરમાં યોજાયેલી ‘ઓલ ઈન્ડિયા નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન–2026’ માં શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાની ધોરણ–7 ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ગોસ્વામી પ્રાર્થના હર્ષદગિરીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીત્યો છે.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશના 20થી વધુ રાજ્યોના શ્રેષ્ઠ સ્વિમરોએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા વચ્ચે પ્રાર્થનાએ પોતાની મહેનત, કુશળતા અને આત્મવિશ્વાસના આધારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા, જિલ્લો તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
યુવાવસ્થામાં પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્રોત બની રહી છે.



