MEHSANAVIJAPUR

વિજાપુર નગીના મસ્જિદ ખાતે આવેલ દાવતે ઇસ્લામીયા સંચાલિત ફૈઝાને મખદુમ અશરફ મદ્રેસા ખાતે બાળકો ને ઈનામી વિતરણ ઇજતેમા નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર નગીના મસ્જિદ ખાતે આવેલ દાવતે ઇસ્લામીયા સંચાલિત ફૈઝાને મખદુમ અશરફ મદ્રેસા ખાતે બાળકો ને ઈનામી વિતરણ ઇજતેમા નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગીના મસ્જિદ ખાતે ઇજતેમા નો અને ઈનામી વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દાવતે ઇસ્લામીયા સંચાલિત ફૈઝાને મખદુમ અશરફ મદ્રેસા ના બાળકો ને ઈનામી પુરસ્કાર આપવા મા આવ્યા હતા. જેમાં બાળકો મા કુરાન શરીફ પઢતા કાયદાઓ પઢતા તક્તી ઓ પઢતા દરેક નાના મોટા બાળકો મા ઉત્સાહ વધે તે માટે દાવતે ઇસ્લામીયા સાબરકાંઠા જીલ્લા ના પ્રમુખ હાફીઝ હસીર અને મોલાના નજમુદ્દીન તેમજ હાફીઝ સલીમ ની અધ્યક્ષતા મા ઇનામો આપવા મા આવ્યા હતા. જેમાં મન્સુરી મસ્જીદ ના પેશ ઇમામ મોલાના તેમજ નગીના મસ્જિદ ના પેશ ઇમામ મોલાના સોયબ ખાન પઠાણ સહિત મુસ્લીમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે આવેલ દાવતે ઇસ્લામીયા ના મોલાના એ તકરીર ફરમાવી હતી. અને બાળકોએ ઇસ્લામિક સંસ્કૃતિ અંતર્ગત કાર્યક્રમો મનકબતો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મદ્રેસા ના મોલાના દ્વારા કરવા મા આવ્યું હતુ. અને પ્રસાદી (ન્યાજ)નુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!