રોગથી પીડાતા હોય તેમના માટે હોમલી વાતાવરણ પૂરું પાડયું અને હોસ્પિટલમાં જ રોશની ફટાકડા,મીઠાઈ અને રંગોળી પુરી દિવાળી જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું.
જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારે દિવાળી સેલિબ્રેશન નું આયોજન કર્યું.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારે દિવાળી સેલિબ્રેશન નું આયોજન કર્યું જેનો મુખ્ય આશય દાખલ દર્દીઓ જે પોતાના રોગથી પીડાતા હોય તેમને હોમલી વાતાવરણ પૂરું પાડવું અને હોસ્પિટલમાં જ રોશની ફટાકડા મીઠાઈ અને રંગોળી જેવી મજા માણી શકે તે હેતુસર ડો.ગોપી પટેલ સીડીએમઓ મેડમનો સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં સવારે ક્લોથ બેંકના નોડલ ઓફિસર શર્મિષ્ઠાબેન સાથે મેડમ શ્રી અને સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓને વસ્ત્રદાન કર્યું.
આ ઉપરાંત મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું.ત્યારબાદ રંગોળી સ્પર્ધા અને કેન્ડીલ સ્પર્ધાના આયોજનમાં ટોટલ 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં કેન્ડીઝ ના લીધે રાત્રે હોસ્પિટલ નું ચોગાન રોશની થી જળહળી ઉઠ્યું. સ્પર્ધામાં વિજેતા થનારને મેડમના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમ ઉપસ્થિત રહ્યા અને દર્દીઓ સાથે ફટાકડા ફોડીને દિવાળીનું સેલિબ્રેશન કર્યું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી રાખી દેસાઈ તેમજ શ્રીમતી શૈલા લોખંડવાલા ઉપસ્થિત રહ્યા હતા.
આર.એમ.ઓ, એ.ઓ, એ.એચ.એ. તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને એમના પરિવારજનો ઉપસ્થિત રહીને ઉત્સાહમાં વધારો કર્યો હતો.નિરોગી તેમજ સ્વાસ્થ્ય રહો ના કાર્ડ નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા દર્દીઓને આપી શુભેચ્છા પાઠવી હતી અને દિવાળી ના પર્વ ની ઉજવણી નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.





