MEHSANAVIJAPUR

વિજાપુરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા: મકરાણી દરવાજા પાસે ૨૨ વર્ષ જૂની લાઇન લીકેજ થતાં પીવાના પાણી ની સમસ્યા જેને લઈ પાણી પાણી નો પોકાર

વિજાપુરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા: મકરાણી દરવાજા પાસે ૨૨ વર્ષ જૂની લાઇન લીકેજ થતાં પીવાના પાણી ની સમસ્યા જેને લઈ પાણી પાણી નો પોકાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઇન બંધ કરી દેવાતા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને મકરાણી દરવાજા પાસે આવેલી ૨૨ વર્ષ જૂની લોખંડની પાઇપલાઇન કાટ ખાઈ જવાથી તેમાં વારંવાર લીકેજિંગ થતાં આ સ્થિતિ સર્જાઈ છે.પાલિકાએ લાલ દરવાજાની પાણીની ટાંકીમાંથી સપ્લાય બંધ કરી દેતાં દોશીવાડા, મકરાણી દરવાજા, પોલીસ લાઇન, બાલ્યોમાઢ, અશરફી ચોક, સુથારવાડો, વૈઘ નો માઢ, ચિશ્તી વાડા, બંગલા, શેખવાડો સહિતના વિસ્તારોમાં પાણી માટે નો પોકાર ઊભો થયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મકરાણી દરવાજા પાસે છેલ્લા ત્રણ દિવસથી ખાડો ખોદીને લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વારંવારના સમારકામ છતાં લીકેજ બંધ થતું નથી. આ અંગે પાણી પુરવઠા વિભાગના પાર્થ પટેલનો સંપર્ક કરતા તેમણે ટેલિફોનિક જણાવ્યું હતું કે, “મકરાણી દરવાજા પાસેની પમ્પિંગથી ઓવરહેડ ટાંકીઓ પર ચડતી મેઇન પાણીની લાઇન ૨૨ વર્ષ જૂની લોખંડની લાઇન છે. કાટના કારણે લીકેજ થયા રાખે છે. છેલ્લા ત્રણ દિવસથી કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર દેસાઈને કામે લગાડેલ છે અને બોક્સિંગ ભરીને સપ્લાય ચાલુ કરાવેલ છે.”જોકે, બોક્સિંગ ભર્યા બાદ પણ થોડુંક લીકેજ માલૂમ પડ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તેમણે ઉમેર્યું કે હવે નગરજનોમાં પાણી વિતરણ કર્યા બાદ ફરીથી રિપેરિંગ હાથ ધરવામાં આવશે. સંપૂર્ણ સમારકામ થવામાં હજુ દિવસો લાગશે, પરંતુ બને તેટલો જલ્દી નિવેડો લાવવાની ખાતરી આપી હતી.પાણીની સમસ્યાની સાથે સાથે, પાલિકાની બેદરકારીને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લીકેજ રિપેરિંગના નામે મકરાણી દરવાજાથી મહેશ્વર મહાદેવ જવાના માર્ગની વચ્ચે જ મોટો ખાડો કરી દેવાયો છે.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ દિવસથી પાલિકા દ્વારા રોડ વચ્ચે અને ઘર આગળ ખાડો કરાયો છે. એક તરફ પીવાનું પાણી આવતું નથી અને બીજી તરફ માર્ગ વચ્ચે ખાડો હોવાથી અવર-જવર માટે ભારે તકલીફ પડે છે.”સ્થાનિક લોકોમાં આ બેવડી સમસ્યાને લઈને સખત રોષ જોવા મળી રહ્યો છે. બોર ઓપરેટર ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ પણ છે. લોકોએ વહેલી તકે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જર્જરિત લાઇન બદલવા તેમજ ખાડો તાત્કાલિક પૂરવા માટે પાલિકા સમક્ષ તાત્કાલિક માગણી કરી છે.

Back to top button
error: Content is protected !!