આઈ.ટી.આઈ વિસનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ નોર્થ ગુજરાત અન્વયે સ્કીલ એક્ઝિબિશન કમ કોમ્પીટીશન 2025 નું આયોજન કરવામાં આવ્યું
જેમાં અમદાવાદ રિઝન ની વિવિધ આઇટીઆઇના તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ પ્રોજેક્ટ મોડેલ્સ માંથી કુલ 25 પ્રોજેક્ટ મોડલ્સ કમિટી દ્વારા પસંદ કરીને આઈટીઆઈ વિસનગર ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ 25 પ્રોજેક્ટ મોડલ્સ માંથી કમિટી દ્વારા કુલ ત્રણ મોડેલ પ્રોજેક્ટ ની પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઇનામ iti કુબેરનગરના વેલ્ડર ટ્રેડ ને , દ્વિતીય ઈનામ iti સરખેજના ફિટર ટ્રેડ ને અને તૃત્તિય ઈનામ iti કુબેરનગરના ડ્રેસ મેકીંગ ટ્રેડને મળેલ હતું
આ કાર્યક્રમમાં તાલીમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ખાતાના પ્રાદેશિક કચેરીના નાયબ નિયામક એસએસ પટેલ, એ પી પટેલ, કે બી કણઝરીયા, એ આર શાસ્ત્રી તેમજ વડી કચેરી ગાંધીનગરથી નાયબ નિયામકશ્રીઓ શ્રીમતી ડીએચ જોશી, એન.પી.રાવલ , કે બી પટેલ , એમ.બી દરજી તેમજ ડી.એ.કુગશિયા – પ્રિન્સિપાલ ક્લાસ વન ,આઈટીઆઈ વિસનગર તેમજ સંસ્થાના સર્વે કર્મચારીઓ અને ૨૭૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા