MEHSANAVIJAPUR

વિજાપુર દેવપુરા મહાકાળી માતા મંદિર સામે નાગણેશ્વરી માતા ના મંદિર ખાતે નાગણેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાયો

વિજાપુર દેવપુરા મહાકાળી માતા મંદિર સામે નાગણેશ્વરી માતા ના મંદિર ખાતે નાગણેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાયો
મહંત લક્ષ્મણનાથ મહારાજના અધ્યક્ષ સ્થાને સમાજના નિવૃત્ત કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો સન્માન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર દેવપુરા મહાકાળી માતા મંદિર સામે આવેલ શ્રી નાગણેશ્વરી માતા ના મંદિર ના પટાંગણ ખાતે શ્રી નાગણેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દેવપુરા મંદિર સમિતિ નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ દ્વારા વર્ષ 2025 અંતર્ગત સ્નેહમિલન સમારોહ તથા સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ આદેશ આશ્રમ જૂના સંઘપુરના મહંત શ્રી લક્ષ્મણનાથ મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં આઈ.એસ. રાઠોડ સહિત તાલુકા તથા આસપાસના ગામો ના જાગીરદાર રાઠોડ રાજપુત સમાજ ના આગેવાનો અને સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમારંભ દરમિયાન સમાજના 17 નિવૃત્ત કર્મચારીઓ, નવયુક્ત કર્મચારીઓ, તેમજ ધોરણ 10 અને 12 માં 60 ટકા થી વધુ ટકાવારી લાવનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્રો, જ્યારે નિવૃત્ત કર્મચારીઓને શાલ અને સન્માનપત્ર આપીને માન અર્પણ કરાયું હતું.મહંત શ્રી લક્ષ્મણનાથ મહારાજે આ અવસરે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે — “શિક્ષણ જીવનનો આધાર છે, સમાજની પ્રગતિ માટે યુવાનોને સંસ્કાર અને શિક્ષણ બંને જરૂરી છે.” અને સમાજને વધુ શિક્ષણ મેળવે અને પ્રગતિ કરે તેવા આર્શિવાદ આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એમ.એમ. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે એડવોકેટ દેવેન્દ્રસિંહ રાઠોડ સહિત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવક મંડળ દ્વારા ઉત્સાહપૂર્વક યોગદાન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!