MEHSANAVIJAPUR

વિજાપુર APMCમાં અત્યાર સુધી 72હજાર ચાર સો ચાલીસ બોરી મગફળીની સરકાર દ્વારા ખરીદી કરાઈ

વિજાપુર APMCમાં અત્યાર સુધી 72હજાર ચાર સો ચાલીસ બોરી મગફળીની સરકાર દ્વારા ખરીદી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર APMC ખાતે ચાલુ વરસે મગફળીની સરકારી ખરીદી અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજિત 72હજાર 440 બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી તેમજ અન્ય કૃષિ ઉપજનું વેચાણ કરતા તમામ ખેડૂતભાઈઓને જણાવવાનું કે સરકારશ્રી તરફથી મળનારી રકમ હંમેશા નોંધણી સમયે જણાવેલ બેંક ખાતામાં જમા થતી નથી. પેમેન્ટ આધાર કાર્ડ સાથે સીડ થયેલ બેંક એકાઉન્ટ માં જ કરવામાં આવે છે. જેના કારણે ઘણા ખેડૂતભાઈઓના તમામ બેંક એકાઉન્ટમાં આધાર સીડિંગ ન હોવાને કારણે પેમેન્ટ મોડું થવાની શક્યતા ઉભી થાય છે. તેથી જેમની બેંક ખાતાઓમાં આધાર સીડિંગ ન થયું હોય તેઓએ તરત જ બેંકમાં જઈ આધાર સીડિંગ કરાવી લેવું.સરકાર તરફથી પેમેન્ટ આધાર સીડેડ એકાઉન્ટમાં જ જમા થશે—આની તમામ ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવા જણાવ્યું હતુ
એપીએમસી સૂત્રો એ જણાવ્યુ હતુ APMC તરફથી જણાવ્યા મુજબ ડિસેમ્બર માસમાં પણ મગફળીની ખરીદી ચાલુ રહેવાની સંભાવના છે. જેમને માલ લાવવાનો મેસેજ પ્રાપ્ત થાય છે, તે ખેડૂતોને 14 દિવસની અંદર મગફળી લઈને આવવાની ફરજિયાત રહેશે. મગફળી માટે અલગથી કોઈ વિશેષ પ્રકારની શરત કે પ્રતિબંધ નથી — મેસેજ મળતાં જ ખેડૂતો મગફળી લઈને આવી શકે છે.ચેરમેન રાજુભાઈ એસ. પટેલે જણાવ્યું કે શરૂઆતમાં કેટલીક પલરેલી મગફળી સેમ્પલમાં પાસ ન થતાં ખેડૂતોને મુશ્કેલી થતી હતી. ખેડૂતોને ભાડું, ઉતારણ અને સમય બગાડાનો બોજ ન પડે તે માટે હવે રંગ થોડો શ્યામ હોય, કોથરા મુજબ વજન આવતું હોય અથવા ઉતારામાં હોય — એવી તમામ મગફળી સરકારના નિયમ મુજબ ખરીદવામાં આવે છે.લાવવાનો મેસેજ મળ્યા બાદ કોઈપણ મગફળી APMCમાં લઈ આવી શકાય છે એપીએમસી સૂત્રો એ જણાવ્યું હતુ

Back to top button
error: Content is protected !!