
દીકરો–દીકરી એક સમાનની ભાવનાને વિજાપુરમાં મળ્યો વેગ
બે દીકરીઓ પર કુટુંબ નિયોજન અપનાવનાર દંપતીને રાષ્ટ્રીય બચત પત્રોનો લાભ
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શ્હેસાણા, તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતભાઈ સોલંકી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો, બેટી પઢાઓ તથા PCPNDT એક્ટ અંતર્ગત વિજાપુર તાલુકામાં મહત્વપૂર્ણ પહેલ અમલમાં આવી છે.
વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ “દીકરો–દીકરી એક સમાન” અભિયાનને આગળ ધપાવતા કોટડી અને ગેરીતા ગામના લક્ષિત દંપતીઓએ બે દીકરીઓ બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. આ સરાહનીય પગલાં બદલ સંબંધિત લાભાર્થી દંપતીને સરકારની યોજના અંતર્ગત રૂ. 5000ના 10 વર્ષીય પોસ્ટ ઓફિસના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવ્યા.
આ અભિયાનથી ગ્રામ્ય વિસ્તારમાં લિંગ સમાનતા, દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો છે, જે ભવિષ્યમાં સમાજના સ્વસ્થ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.



