જુગાર રમતા ખેલીઓ સામે કાલોલ પોલીસ ની નક્કર કાર્યવાહી. બે અલગ અલગ જગ્યાએથી જુગાર રમતા ૧૦ ઝડપી પાડયા.
તારીખ ૧૨/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડ ની નિમણૂક બાદ શ્રાવણીયા જુગાર સામે છેલ્લા બે ત્રણ દિવસથી નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે કાલોલ પોલીસ દ્વારા રાત્રીના અંધકારમાં જુગાર રમતા સંખ્યાબંધ સાથે ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ ના અજવાળે જુગાર રમતા સાત ઇસમોને રવિવારે મોડી રાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે રેડ કરી ત્યારે જુગાર રમતા ઈસમોમા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે દોડીને સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ભાગી છુટવામાં સફળ થયો હતો. જુગારના સ્થળેથી પોલીસે વેરવિખેલ થયેલા પાના ના પત્તા તેમજ ચલણી નોટો રૂ ૭,૪૩૦ તથા પકડાયેલા સાત ઇસમોની અંગજડતી માંથી રૂ ૮,૭૮૦ કુલ મળીને રૂ ૧૬,૨૧૦/ કબજે કરી આઠ ઇસમો સામે જુગાર ધારા ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને નાસી છૂટેલા ઈસમને ઝડપી પાડવાની કવાયતો હાથ ધરી હતી. બીજા બનાવમાં કાલોલ ની ઓમકારેશ્વર સોસાયટી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૨ ઇસમોને ઝડપી રૂ ૧,૨૧૦/ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ એક જ રાતમાં જુગાર રમતા કુલ દશ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે.