GUJARATKARJANVADODARA

બસમાં ખાદ્ય વસ્તુ ખવડાવી મુસાફરને લૂંટી લેવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ

કરજણ પાસે સુરતના વેપારીને ઘેનવાળું બિસ્કિટ ખવડાવી લૂંટ સોનાની વીંટી, રોકડ મળી ₹1.22 લાખની લૂંટ: કરજણમાં ફરિયાદ

નરેશપરમાર. કરજણ,

બસમાં ખાદ્ય વસ્તુ ખવડાવી મુસાફરને લૂંટી લેવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ

કરજણ પાસે સુરતના વેપારીને ઘેનવાળું બિસ્કિટ ખવડાવી લૂંટ સોનાની વીંટી, રોકડ મળી ₹1.22 લાખની લૂંટ: કરજણમાં ફરિયાદ

મૂળ સોજત જિ.પાલી રાજસ્થાનના વતની અને સુરત ખાતે રેશ્મા રો હાઉસ પુણાગામ ખાતે રહેતા અને રિંગરોડ કોહિનૂર માર્કેટમાં મેઘા સિલ્ક નામની કાપડની દુકાન ધરાવતા દિનેશકુમાર રતનલાલજી સોની ઉ.વ 53 ગત તા.22 એપ્રિલે પોતાના સાઢુભાઈની માતાનું મરણ થતાં મરણ પ્રસંગમાં હાજરી આપવા સુરતથી જોધપુર જતા હતા. બસમાં બુકિંગ કરાવીને સાંજે 6 વાગે બસમાં બેસી તેઓ જોધપુર જવા રવાના થયા હતા. તેમની બાજુની સીટ ખાલી હોઈ પાછળ બેસેલ અજાણ્યો ઈસમ કરજણ ટોલનાકું આવતાં તેમની બાજુમાં આવીને બેસી ગયો હતો. બસ ટોલનાકા આગળ જઈ શિવ શક્તિ હોટલ પાસે રાત્રે 8 વાગ્યે જમવા માટે ઉભી રાખી હતી. બધા પેસેન્જરો જમ્યા બાદ રાત્રે 9 વાગે શિવ શક્તિ હોટલ પરથી બસ વડોદરા તરફ આવવા નીકળી હતી. ત્યારે બાજુની સીટ પર બેસેલ ઇસમ બિસ્કિટનું પેકેટ તોડી પોતે બિસ્કિટ ખાવા લાગ્યો અને એમાંથી એક બિસ્કિટ દિનેશભાઈને આપ્યું હતું. દિનેશભાઈએ ના પાડી. બાદ ઈસમ બીજું પેકેટ કાઢી ખાવા લાગ્યો અને ફરી દિનેશભાઈને ધરતાં તેમણે એક બિસ્કિટ ખાધું હતું. આ બિસ્કિટ ખાધા બાદ તેમને કંઈ ભાન રહ્યું ન હતું. ત્યારે અજાણ્યા ઈસમે દિનેશભાઈએ પેહેરેલ સોનાની વીંટી 20 ગ્રામ કિંમત રૂા.1,20,000 તેમજ ખિસ્સામાં મૂકેલા રોકડા રૂા.2400 તેમજ બેગમાં મૂકેલા રૂા.100 આમ કુલ મળીને રૂા.1,22,500ની લૂંટ કરી હતી. બાદ તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિનેશભાઈ સોનીને આની ખબર પડતાં તેમણે સુરત વરાછા રોડ ખાતે ફરિયાદ નોંધાવતાં ગુનો કરજણ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોઈ ફરિયાદ જીરો નંબરથી કરજણ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર થતાં કરજણ પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન જોધપુર ખાતે દિનેશભાઈને હોસ્પિટલમાં બે દિવસ દાખલ કરવા પડ્યા હતા

Back to top button
error: Content is protected !!