એનિમિયા મુક્ત ભારત અંતર્ગત વિજાપુરમાં T3 કેમ્પ યોજાયો
વિજાપુરમાં 78 અને કુકરવાડામાં 119 કિશોરીઓની હિમોગ્લોબિન તપાસ, તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત “ટેસ્ટ, ટ્રીટ એન્ડ ટોક (T3)” કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી માર્ગદર્શન હેઠળ વિજાપુર કુકરવાડા ના મુખ્ય દવાખાના માં કિશોરીઓ ના હિમોગ્લોબિન ની તપાસ તબીબો ના દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.આ કેમ્પ માં તાલુકા ના સ્થળે 78 અને ગ્રામ્ય કુકરવાડા મુકામે 119 જેટલી 10 થી 19 વર્ષની કિશોરીઓની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ હાજર રહી કિશોરીઓને એનિમિયા રોગના લક્ષણો, તેની સારવાર અને નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.લોહીની ઉણપને કારણે થતો પાંડુરોગ, થાક, આંખ અને જીભમાં ફીકાશ જેવા લક્ષણો જણાય તો તરત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. હિમોગ્લોબિન ઓછું ધરાવતી કિશોરીઓને સારવાર સાથે લોહતત્વથી ભરપૂર ખોરાક – લીલા શાકભાજી, સરગવો, ગોળ, ખજૂર, અંજીર, ચણા અને રીંગણાનો આહાર લેવાની સૂચના આપવામાં આવી હતી. શાળાઓમાં દર બુધવારે અપાતી લોહતત્વ ગોળી નિયમિત લેવા માટે પણ કિશોરીઓને પ્રેરિત કરવામાં આવી હતી. કેમ્પનું સુચારુ આયોજન અર્બન હેલ્થ ઓફિસર તથા કુકરવાડા ખાતે આયુષ મેડિકલ ઓફિસર સોખડા અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
«
Prev
1
/
79
Next
»
જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતોની લોકોને વિનંતી
પરિક્રમાના રૂટમાં કાદવ કીચડ થતા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને ગિરનારની પરિક્રમા રદ કરવામાં આવી