
વિજાપુરમાં કોંગ્રેસનો ૧૪૧મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ભવ્ય રીતે ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસની ઉજવણી કરવાના ભાગ રૂપે રવિવારના રોજ વિજાપુર તાલુકા મથકે હાઈવે રોડ ઉપર આવેલ કોંગ્રેસ ના કાર્યલય ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
141 માં સ્થાપના દિવસના પ્રસંગે કાર્યાલય મંત્રી ડી.ડી. રાઠોડ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ધ્વજનું વિધિવત વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીયગાન સાથે કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસ નિમિત્તે ઉપસ્થિત અગ્રણીઓએ કોંગ્રેસ પાર્ટીના ગૌરવભર્યા બલિદાન અને ઇતિહાસ, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા મહત્વના યોગદાન અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની વફાદારી ને યાદ કરી કાર્યકરોને એકતા અને સંગઠન મજબૂત કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમ સમગ્ર રીતે ઉત્સાહભેર અને શિસ્તપૂર્વક શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.



