AHAVADANG

ડાંગ જિલ્લાનાં વઘઈનાં ચાર રસ્તા પર ચાની દુકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ નગરનાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલ ચાની દુકાનમાં આજે સાંજે અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે ચાની દુકાનનાં માલીક સહીત લોકોએ તાત્કાલિક બહાર ભાગીને પોતાની જાન બચાવી હતી. આગના જ્વાળા અને ધુમાડાની અસરથી આસપાસના દુકાનદારોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.જોકે આગની ઘટના અંગેની જાણ ડીઝાસ્ટર મામલતદાર કચેરી વઘઇ તેમજ સ્થાનિક લોકોને થતા તંત્ર અને લોકોનાં સહયોગથી તુરંત જ આગ પર કાબૂ મેળવી લેતા જાનહાની ટળી હતી.જોકે આગની ઘટનામાં દુકાનને મોટુ નુકસાન થવા પામ્યુ ન હતુ.અહી આગ લાગવાનું કારણ ગેસ લીકેજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.અહી આગની ઘટના અંગે વઘઇ પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોની ભીડ પર કાબુ મેળવ્યો હતો..

Back to top button
error: Content is protected !!