Rajkot: રાજકોટ જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ માટે ૯થી ૧૧ સપ્ટેમ્બર વચ્ચે હાઇટ હંટ કાર્યક્રમ યોજાશે
તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અંડર-૧૫ વયજૂથના ખેલાડીઓ મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઉપસ્થિત રહી શકશે
Rajkot: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હાઇટના આધારે અંડર-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા. ૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાઇટ હંટના માપદંડો જોઈએ તો ૧૨ વર્ષના ભાઈઓ માટે ૧૬૬+ સેન્ટીમીટર અને બહેનો માટે ૧૬૧+ સેન્ટીમીટર, ૧૩ વર્ષના ભાઈઓ માટે ૧૭૧+ સેન્ટીમીટર અને બહેનો માટે ૧૬૪+ સેન્ટીમીટર, ૧૪ વર્ષના ભાઈઓ માટે ૧૭૭+ સેન્ટીમીટર અને બહેનો માટે ૧૬૯+ સેન્ટીમીટર, ૧૫ વર્ષના ભાઈઓ માટે ૧૮૨+ સેન્ટીમીટર અને બહેનો માટે ૧૭૧+ સેન્ટીમીટરની ઊંચાઈ હોવી જોઈએ.
આ કાર્યક્રમ માટે ખેલાડીઓ જન્મતારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે) તા. ૯ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર વચ્ચે કોઇપણ દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમિયાન મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઉપસ્થિત રહી શકશે. આ યોજના વિશેની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે અથવા કન્વીનરશ્રી નયનભાઈ સોલંકીનો મો.નં. ૬૩૫૧૮ ૨૬૪૩૨ પર સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.