MEHSANAVIJAPUR

વિજાપુર ઠક્કર બાપા વિદ્યાર્થી આશ્રમ પાસે સીસી રોડ બનાવવા ની સંચાલકો એ માંગણી કરી

વિજાપુર ઠક્કર બાપા વિદ્યાર્થી આશ્રમ પાસે સીસી રોડ બનાવવા ની સંચાલકો એ માંગણી કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બસ ડેપો સામે આવેલ ૭૪ વર્ષ જૂનું અનુસૂચિત જન જાતિ ના ભણતા બાળકો ના રહેવાની સગવડ માટે બનાવવા મા આવેલ ઠક્કર બાપા વિદ્યાર્થી આશ્રમ પાસે સીસી રોડ બનાવવા સંચાલકો દ્વારા પાલીકા સમક્ષ માંગણી કરાઇ છે. જેને બે વર્ષ થઈ ગયાં પરંતુ માંગણી સ્વીકારાઈ નથી.અગાઉ ચીફ ઓફિસર દ્વારા રોડ બનાવવા માટે પાલીકા માંથી બાંધકામ શાખાના એન્જીનીયર આવી માપણી પણ કરી ગયા હતા.તેમ છતાંય રોડનો પ્રશ્ન યથાવત રહ્યો છે. આ અંગે ઠક્કર બાપા વિદ્યાર્થી આશ્રમના સંચાલક મોહનભાઈ એ જણાવ્યું હતુકે ઠક્કર બાપા વિદ્યાર્થી આશ્રમ છેલ્લા ૭૪ વર્ષથી આ ટ્રસ્ટ અનુસૂચિત જન જાતિ ના બાળકોના ભણતર અને ગણતર માટે રહેવાની સગવડ આપે છે. ઠક્કર બાપા આશ્રમ અને પાલીકા એ બનાવેલ કોમ્પલેક્ષ પાછળના વચ્ચે રોડ નથી જેના માટે પાલિકા મા સીસી રોડ બનાવવા માટે માંગણી કરવા મા આવી છે. રોડ ના કારણે આશ્રમ નો પણ વિકાસ થાય અહી પાલીકા દ્વારા રોડની માપણી કરવા મા આવી છે. પરંતુ માપણી બાદ હજુ રોડ બન્યો નથી પાલીકા દ્વારા જગ્યા ને મુદ્દે અસ્ત વ્યસ્ત જવાબ મળ્યો છે. આશ્રમ દ્વારા પાલીકા મા પાણી વેરો મિલ્કત વેરો ભરી છીએ પરંતુ પાલીકા દ્વારા વીજળી કે રોડ ની કોઈ સગવડ આપી નથી.ચોમાસા દરમ્યાન કાચો રસ્તો હોવાથી કાદવ કીચડ થાય છે. ઘણી વખત પાણી પણ ભરાઈ રહે છે અહી વણકર ચમાર સેનમા રાવળ સહિત અનુસૂચિત જન જાતિ ના લોકો ના બાળકો રહી ને ભણે છે.અહી સીસી રોડની જરૂરિયાત હોઈ સીસી રોડ માટે પાલીકા યોગ્ય નિર્ણય લઈ રોડ ની કામગીરી શરૂ કરે અને રોડ સત્વરે બનાવે તેવી માંગણી કરાઇ છે.

Back to top button
error: Content is protected !!