
વિજાપુર ટીબી વિસ્તાર માં રેલ્વે દ્વારા બની રહેલા ડફનાળા ના કારણે ભવિષ્ય મા અકસ્માત ને મુદ્દે શાળાના બાળકોએ મામલતદાર આવેદન પત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી વિસ્તાર માં આવેલ શૈક્ષિણક સંસ્થાઓ મા અભ્યાસ કરતા બાળકો શાળાઓમા અને કોલેજો માં સાયકલ એક્ટિવા સહિત વાહનો લઈ ભણવા માટે આવતા જતા હોય છે. આ વિસ્તાર મા આસપાસ માંથી પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ વિધાર્થિનીઓ અભ્યાસ માટે અવર જવર કરતા હોય છે. હાલમાં ટીબી વિસ્તાર માં રેલ્વે વિભાગ દ્વારા ડફનાળા નો કામ ચાલી રહ્યું છે. જેમાં ડફનાળા નજીક આવેલ સોસાયટી ઓ ના અવર જવર ના રસ્તાઓ પણ બંધ છે. હાલમાં રેલ્વે વિભાગ દ્વારા વિજાપુર આંબલીયાસણ નો રેલ્વે રૂટ ને લઈ ગેજ પરિવર્તન લઈ ડફનાળા ની કામગીરી ચાલી રહી છે. જેમાં અડધા ઉપર નુ કામ પૂર્ણ થવા ની નજીક મા છે. ત્યારે ટીબી વિસ્તાર મા આવેલ શાળા અને કોલેજો મા અવર જવર કરતા વિદ્યાર્થીઓ ને ગંભીર અસર કરે તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. જેમાં અકસ્માતો ની શક્યતા ઓ વર્તાઈ રહી છે. નાળા ની બંને બાજુએ ફૂટપાથ બનાવવા મા આવે તો નાળું સાંકડું થશે. જેનાથી શાળામાં સાયકલ એક્ટિવા લઈ આવતા બાળકો ના અકસ્માત સર્જાય તેવો શક ઊભો થઈ રહ્યો છે. જે પ્રશ્ન નો નિકાલ લાવવા માટે વિદ્યાર્થીઓ એ મામલતદાર શૈલેષ સિંહ બારીયા ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આ અંગે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક મીત્રો એ જણાવ્યું હતું કે રેલ્વે નુ ડફનાળું બની રહ્યુ છે. પરંતુ ફૂટપાથ માટે જો નાળું સાંકડું બને તો શાળા મા સાયકલ લઇ આવતા બાળકો નો અકસ્માત સર્જાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે. નાળાની ઉત્તર દિશા મા સર્વિસ રોડ થી સીધો સામેની બાજુ અન્ડર પાસ બોક્ષ બનાવે તેવી પૂરતી જગ્યા છે. જો રજૂઆત પ્રમાણે વ્યવસ્થા કરવામાં ના આવે તો અને નાળા કારણે સાયકલ લઇ ભણવા આવતા વિદ્યાર્થી નો અકસ્માત સર્જાશે તો જવાબદારી રેલ્વે વિભાગ રહેશે તેમ આવેદન પત્ર મા જણાવ્યું હતુ. બાળકો એ રેલી સ્વરૂપે શાળા અને નાળા ઉપર થી પસાર થઈને મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું.


