વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડને રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઓએ બાંધી રાખડી

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડને બ્રહ્માકુમારી રતનદીદી અને જયાદીદીએ રાખડી બાંધી હતી. આ પાવન પ્રસંગે બ્રહ્માકુમારીઓએ તેમને ઈશ્વરીય ભેટ પણ અર્પણ કરી.
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ પરંપરાને જાળવી રાખતા, બ્રહ્માકુમારી બહેનોએ જેઠાભાઈ ભરવાડના નિવાસસ્થાને મુલાકાત લીધી અને તેમને રાખડી બાંધી.
આ પ્રસંગે જેઠાભાઈ ભરવાડે બ્રહ્માકુમારી સંસ્થાના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે બ્રહ્માકુમારીઓ સમાજમાં શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિકતા ફેલાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. આ મુલાકાતથી વાતાવરણ ભક્તિમય અને પવિત્ર બન્યું હતું, અને સૌએ એકબીજાને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.






