
વિજાપુર પિલવાઇ ગામે આવેલ શ્રી ગોવર્ધન નાથ મંદિર ની મૂર્તિ સ્થાપન અને જી.સી સ્કૂલ ખાતે વિદ્યાભવન સાંસ્કૃતિક ભવન નો લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઇ ગામે ભારત દેશ ના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે હાજરી આપી ગોવર્ધન નાથ મંદિર ખાતે મૂર્તિ સ્થાપન કરી શેઠ જી.સી.હાઈસ્કૂલ ખાતે નવીન બનાવેલ વિદ્યાભવનનુ અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ. અમિત ભાઈ શાહ ની પિલવાઇ ગામે હાજરી ને લઈ સમગ્ર સરકારી કર્મીઓ કામે લાગી ગયા હતા. પોલીસે પણ ગૃહ મંત્રી ની હાજરી ને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તમામ કાર્યક્રમ પતાવી ગૃહ મંત્રી અમિત ભાઇ શાહ અન્ય કાર્યક્રમ મા જવા રવાના થયા હતા. આ કાર્યક્રમ મા ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપા મહામંત્રી રજનીભાઇ પટેલ, બંને સાંસદ હરિભાઈ પટેલ અને મયંકભાઇ નાયક તેમજ જિલ્લા અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર અને નરેશ ભાઈ રાવલ સહિત પૂર્વ ધારાસભ્યો તેમજ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




