MEHSANAVIJAPUR

વિજાપુર ટાઉન હોલ ખાતે મામલતદાર ચૂંટણી અધિકારી એ ઇવીએમ મશીન ફર્સ્ટ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ

વિજાપુર ટાઉન હોલ ખાતે મામલતદાર ચૂંટણી અધિકારી એ ઇવીએમ મશીન ફર્સ્ટ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ
રાજકીય આગેવાનો ને બોલાવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટાઉન હોલ ખાતે આગામી દિવસોમાં આવી રહેલી પાલીકા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓ ચૂંટણી પ્રક્રિયા ની કામગીરી ને લઇને જીલ્લા પ્રાંત અધિકારી ના માર્ગદર્શન મુજબ મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ નાયબ મામલતદાર અનિલ ભાઈ પટેલ ની ઉપસ્થિતિ મા ઇવીએમ મશીન ફર્સ્ટ ચકાસણી ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇવીએમ મશીન મતદાન મથકો ઉપર કેવી રીતે કામ કરે છે. અને ચૂંટણી પ્રક્રિયા નુ આયોજન કેવા પ્રકારનો રહેશે તે બાબતે સ્થાનીક રાજકીય આગેવાનો સમક્ષ મોકડ્રીલ કરી બતાવ્યું હતુ. આ અંગે નાયબ મામલતદાર અનિલ પટેલને પૂછતા તેઓ એ જણાવ્યું હતુ કે આ મોકડ્રિલ આમ જનતા માટે નથી આની જાણકારી ફકત રાજકીય આગેવાનો ની સમક્ષ અને પક્ષના સંગઠન મા કામ કરતા બુથ પ્રમુખો તેમજ બુથ હોદ્દેદારોને માર્ગ દર્શન રૂપ હોવાથી આ બાબત રાજકીય પક્ષો ના પ્રમુખ અને સંગઠન ના લોકો ને કરવા મા આવી છે. જેમાં કોંગ્રેસ ના શહેર પ્રમુખ પ્રતિક બારોટ તેમજ કોંગ્રેસ યુવા સંગઠન ના શહેર પ્રમુખ તંજીલ અલી સૈયદ તેમજ કોંગ્રેસ ના પાલીકા પૂર્વ સદસ્ય અને કાર્યકરો વધુ સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ નો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!