વિજાપુર આશ સેકન્ડરી ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર મદયમિક ની શાળામાં ધોરણ 12 કોમર્સ માં જીલ્લા માં પ્રથમ આવનાર દેવીપૂજક સમાજના યુવકનું દેવ ઇન્ડ્રુસ્ટ્રીઝ ના માલિકે સન્માન કર્યું ગરીબ વિધાર્થીઓ ને નોટબુકો વિતરણ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ સેકન્ડરી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12 કોમર્સ માં પ્રથમ નમ્બર મેળવી તાલુકા અને જીલ્લા નુ નામ રોશન કરનાર દેવીપૂજક સમાજ માંથી આવતા કોહિનૂર દેવીપૂજક નું દેવ ઇન્ડ્રુસ્ટ્રીઝ ના માલિક જયંતીભાઈ પટેલ દ્વારા સન્માન પત્ર આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ સીએ બનાવવા માટે પણ બનતી મદદ અને શિક્ષણ માં આગળ આવવા આર્શીવાદ આપ્યા હતા શાળા ના શિક્ષક મિત્રો મહેશભાઈ તેમજ કે સી પટેલ નરેશભાઈ સહિત ના ભલામણ થી યુવકને સીએ બનવા માટેની ચાર ટર્મ ની ફી ભરવા માટે ની મદદ ની જાહેરાત કરી હતી. જયંતીભાઈ પટેલે જણાવ્યું હતુંકે ગરીબ વિધાર્થીઓ કે જેઓ ભણવામાં હોંશિયાર હોય પરંતુ વાલી તરફથી મોંઘવારી માં ખર્ચો પૂરો બાળક પાસે ખર્ચી શકતા નથી તેવા બાળકોને નોટબુક ચોપડીઓ સહાય કરી છે. કોહિનૂર દેવીપૂજક ના પિતા નારિયેળ વેચી ને બાળકને ભણાવ્યો તેઓ અભિનંદન પાત્ર છે.વિદ્યાર્થી ઘણો મહેનતુ અભિયાસ હોંશિયાર હોઈ તેને મદદ માટે શિક્ષકો ભલામણ સહિત ને લઈ સીએ અભ્યાસ પૂર્ણ કરે તે માટે મારી જોઈતી મદદ કરી છે આવા દરેક બાળકે શિક્ષણ માટે આગળ આવવું જોઈએ તે સાથે વિધાર્થીને આર્શી વચન જયંતીભાઈ પટેલે આપ્યા હતા.