GUJARAT ભારતીય ધ્વજ સંહિતા અને ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ અંતર્ગત નાગરિકોએ રાષ્ટ્રધ્વજના સન્માન અંગે વધુ ચૂસ્ત પાલન કરવાનું રહેશે
GUJARAT ભારતીય ધ્વજ સંહિતા અને ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ અંતર્ગત નાગરિકોએ રાષ્ટ્રધ્વજના સન્માન અંગે વધુ ચૂસ્ત પાલન કરવાનું રહેશે
રાષ્ટ્રધ્વજ આપણા દેશના નાગરિકોની આશાઓ તેમજ આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સન્માન આપવું જોઇએ. નાગરિકોએ રાષ્ટ્રધ્વજ માટે એક સાર્વભૌમિક લાગણી તથા વફાદારી રાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર લાગુ થતાં કાયદાઓ, પ્રથાઓ તેમજ પરંપરાઓ અંગે પ્રજાની સાથે-સાથે કેન્દ્ર – રાજ્ય સરકારના સંગઠનો-એજન્સીઓમાં પણ વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શિકા જાહેર કરીને ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે.
આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ-૧૯૭૧ તેમજ ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ જેમાં વર્ષ ૨૦૨૧ તથા ૨૦૨૨માં કરાયેલા સુધારા મુજબ રાષ્ટ્રીય ધ્વજના પ્રયોગ-ધ્વજારોહણ-પ્રદર્શનને નિયંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ના સુધારા ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.
આ સુધારા અનુસાર દેશવાસીઓ દ્વારા કાગળના બનાવેલા રાષ્ટ્રીય ધ્વજને મહત્વના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના પ્રસંગોએ હાથમાં લઈ ફરકાવી શકાય છે. દેશના નાગરિકોને જણાવવાનું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના પ્રસંગોએ પ્રજા દ્વારા પ્રયોગ કરાયેલ કાગળના બનેલા રાષ્ટ્રીય ધ્વજને સમારંભ પૂર્ણ થયા બાદ જાહેર જગ્યાએ અથવા જમીન પર ના ફેંકવા જોઈએ. આ પ્રકારના ધ્વજનો તેમની મર્યાદાને અનુરૂપ સન્માન સાથે એકાંતમાં નાશ કરવા યાદીમાં જણાવાયું છે.