MEHSANAVIJAPUR

વિજાપુર ખાતે વિશ્રામ ગૃહ અને ફાયર સ્ટેશન ઇલેક્ટ્રિક રીક્ષાઓનુ લોકાર્પણ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે કરાયું હીરપુરા ગામે શાળાઓ મા રીનોવેશન ના દાતાઓ નુ સન્માન કરાયું

વિજાપુર ખાતે વિશ્રામ ગૃહ અને ફાયર સ્ટેશન ઇલેક્ટ્રિક રીક્ષાઓનુ લોકાર્પણ કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે કરાયું હીરપુરા ગામે શાળાઓ મા રીનોવેશન ના દાતાઓ નુ સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખાતે 2.82 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહ નું 90 લાખ ના ખર્ચે બનેલું ફાયર સ્ટેશન નુ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયા હતા. તેમજ તાલુકા ના પરા ના 9 ગ્રામ્ય વિસ્તારોમાં કચરા નિકાલ માટે ઇલેક્ટ્રિક રીક્ષા નું લોકાર્પણ કરાયું હતું. તેમજ શ્રી માનવ વિકાસ મંડળ, હિરપુરા દ્વારા સંચાલિત પી.આર.પટેલ સર્વોદય વિધાલય તથા બી.એમ.પટેલ ઉ. મા. શાળાના રિનોવેશનના દાતાઓનું સન્માન સમારોહ મા હાજરી આપી હતી.દાતાઓની ઉત્કૃષ્ટ સેવાકાર્યને બિરદાવ્યું હતુ. તેમજ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણલક્ષી વિશેષ સંવાદ કર્યો હતો.સરકાર ના કેબિનેટ મંત્રી રૂષિકેશ ભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક ભાઈ નાયક, ધારાસભ્ય સી જે ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજગોર, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, મહેસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ,શહેર તાલુકા/શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય, તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્યો, રાજકીય આગેવાનો અને અન્ય અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!