MORBIMORBI CITY / TALUKO
AMDAVAD:અમદાવાદ છાવણી ખાતે પૂર્વ સૈનિકો માટે ૨૫ જુલાઈના રોજ રોજગાર મેળો યોજાશે

AMDAVAD:અમદાવાદ છાવણી ખાતે પૂર્વ સૈનિકો માટે ૨૫ જુલાઈના રોજ રોજગાર મેળો યોજાશે
મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકોને રોજગાર મેળાનો લાભ લેવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા અનુરોધ કરાયો
મોરબી, રાજકોટ તથા અમરેલી જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગાર મળી રહે તે હેતુસર ડાયરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ, નવી દિલ્હી દ્વારા તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકથી રોજગાર મેળાનું આયોજન અમદાવાદ કેન્ટોનમેન્ટ ખાતે રાખવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકોને પોતાનું પૂર્વ સૈનિક તરીકેનું ઓળખપત્ર, પીપીઓ, ડિસ્ચાર્જ બુક, બાયોડેટા તથા ફોટોગ્રાફ સાથે તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ કલાકે અમદાવાદ ખાતે હાજર રહેવા રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.





