MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના રેશન ડીલરો એ મામલતદાર ને આવેદન પત્ર સુપ્રદ કરી પડતર પ્રશ્ન નો ઉકેલ લાવવા માંગ કરી

વિજાપુર તાલુકાના રેશન ડીલરો એ મામલતદાર ને આવેદન પત્ર સુપ્રદ કરી પડતર પ્રશ્ન નો ઉકેલ લાવવા માંગ કરી
પહેલી નવેમ્બરથી વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ રેશન કાર્ડ ધારકો ચિંતા માં મૂકાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર


ગુજરાતના રેશન ડીલરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ૧૩ જેટલી મુખ્ય માંગણીઓના નિરાકરણ ન આવતા રાજ્યના બંને રેશન ડીલર એસોસિએશને સંયુક્ત રીતે અસહકારનું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ રેશન કાર્ડ ધારકો માં ચિંતા વધી જવા પામી છે.વિજાપુર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સાજન ભાઈ પટેલ આવેદનપત્ર સુપરત કરીને રાજ્ય એસોસિએશનના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તાલુકા એસોસિએશને નાયબ મામલતદાર પુરવઠા ને આવેદનપત્ર આપતા સ્પષ્ટ જણાવ્યું હતુ કે, રાજ્ય એસોસિએશનના તા. ૨૫/૧૦/૨૦૨૫ ના આવેદનપત્ર મુજબ, નવેમ્બર ૨૦૨૫ના માસમાં રેશન કાર્ડ ધારકોને જથ્થો વિતરણ કરવા માટે પરમિટ કે ચલણ જનરેટ કરવામાં આવશે નહીં અને તા. ૧ નવેમ્બર ૨૦૨૫ થી જથ્થા વિતરણથી અળગા રહીને અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવશે જેની નોંધ લેશો આ અંગે એસોસિયેશન પ્રમુખ ઇન્દ્રજીત સિંહ વિહોલે જણાવ્યું હતું કે આ અગાઉ આવેદનપત્રમાં અમો ડીલરો દ્વારા મુખ્યમંત્રી, સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓને ઈ-મેલ અને વોટ્સએપ દ્વારા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ લેખિત કે મૌખિક પ્રત્યુત્તર ન મળ્યાનો ખેદ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને તાજેતરમાં તકેદારી સમિતિના ૮૦ ટકા સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રનો સખત વિરોધ કરીને તેને તાત્કાલિક રદ કરવા માંગણી કરી છે. અમારી 13 જેટલી માંગણીઓ છે જેમાં દુકાન પર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાના તા. ૧૫-૧૦-૨૦૨૫ ના ઠરાવને રદ કરવો તેમજ વર્તમાન મોંઘવારીને ધ્યાને લઈને રેશન ડીલરોના કમિશનમાં વધારો કરીને રૂપિયા ૩/- પ્રતિ કિલો કરવું અને મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમ રૂપિયા ૩૦,૦૦૦/- કરવી તેમજ ડીલરોને સમયસર અને નિયમિત કમિશન બેન્ક એકાઉન્ટમાં મળે તથા ઈ-પાસબુકમાં અપડેટ થાય તે પ્રકારે સોફ્ટવેરમાં તાત્કાલિક સુધારો કરવો તેમજ મિનિમમ ગેરન્ટેડ કમિશન ₹ ૨૦,૦૦૦/- માટેના પરિપત્રમાં શરત નંબર ૭ માં સુધારો કરીને ૯૭% વિતરણની શરત ઘટાડીને ૯૪% કરવા અને રેશન ડીલરના ઈ-પ્રોફાઇલમાં પરિવાર સભ્યને દાખલ કરીને તેમના બાયોમેટ્રિકથી લોગીન થઈ શકે તેવી વ્યવસ્થા કરવી ,રેશન ડીલરોની હયાતીમાં વારસાઈ કરવાની સ્થગિત જોગવાઈ પુનઃ ચાલુ કરવી, વિતરણમાં થતી માલ ઘટ (વેરણ, સૂક) સામે યોગ્ય અને સર્વમાન્ય ઉકેલ લાવવો ,ડીએસડી કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્ધારિત તારીખ સુધીમાં જથ્થો દુકાન સુધી પહોંચાડવાની વ્યવસ્થાનો સુચારૂ અમલ કરવો,ગુણવત્તાસભર જથ્થો આપવા માટેની યોગ્ય નીતિ બનાવીને વાસ્તવિક અમલવારી કરવી, જેથી ગ્રાહકો દ્વારા અસ્વીકાર્ય જથ્થો પરત લઈ શકાય,મેન્યુઅલ રેકોર્ડ રજિસ્ટર ફરજિયાત રાખવાના ઠરાવમાં સુધારો કરીને તેને મરજીયાત કરવો,તપાસણીના બહાને ખોટી હેરાનગતિ અને ખોટા કેસો કરીને દંડનીય કાર્યવાહીની પ્રથામાં સુધારો કરીને ફરિયાદ કે જરૂર જણાય તો જ કેસ કરવાની નીતિ બનાવવી,તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ તકેદારી સમિતિની બેઠકો દર માસે નિયમિત રીતે મળે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવી,જથ્થા વિતરણ માટે અપાતી ઓનલાઈન પરમિટોની સાઇકલ ૪૫ દિવસની છે તેમાં સુધારો કરીને ૩૦ દિવસ કરવી,એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી ઉપસ્થિત થતી સઘળી જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. નવેમ્બરથી રેશન વિતરણ બંધ થવાની જાહેરાતથી રેશન કાર્ડ ધારકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે

Back to top button
error: Content is protected !!