MEHSANAVIJAPUR

વિજાપુર પટવા વાસની મહિલાઓએ પીવાના પાણી અને ગટર સફાઈ ના મુદ્દે પાલિકા મા હોબાળો કર્યો

વિજાપુર પટવા વાસની મહિલાઓએ પીવાના પાણી અને ગટર સફાઈ ના મુદ્દે પાલિકા મા હોબાળો કર્યો
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના વોર્ડ નંબર ૩ મા આવેલ પટવા વાસ મા છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને ઉભરાતી ગટરો ને મુદ્દે પાલિકા મા વારંવાર રજૂઆત કરવા છતાં પાલીકા તરફથી કોઈ પ્રત્યુત્તર નહિ મળતાં મહિલાઓ એક જૂથ બની પાલીકા મા પોહચી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતુકે પટવા વાસ મા છેલ્લા ઘણા સમયથી પીવાનુ પાણી સમયસર મળતું નથી. ગટરો ની સફાઈ અધ કચરી કરીને સફાઈ કર્મી જતા રહે છે. પટવા વાસ મા ૧૦૦ થી વધુ પરિવારો રહે છે. મહોલ્લાહ મા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. પાલિકામાં અમો સમયસર વેરો ભરીયે છીએ પરંતુ તેના અવેજ મા સુવિદ્યા આપવા મા પાલીકા સદંતર નિષ્ફળ રહી છે. જેને લઇને પાલીકા મા મહિલાઓએ રજૂઆત કરી હતી. જોકે પાણી પુરવઠા વિભાગ સફાઈ વિભાગ ના કર્મીઓ ને ઘેરી વળતા કર્મીઓ એ મહિલાઓના પ્રશ્ન નો નિરાકરણ સત્વરે લાવવા માટે દિલાસો આપતા મહિલાઓ પાલીકા માંથી પરત ફરી હતી.

Back to top button
error: Content is protected !!