
વિજાપુર બસ સ્ટેન્ડ ખાતે અને કુકરવાડા શાળાનજીક પાણી ટાંકી પાસેથી તાલુકામાં બે બાઇકો ચોરાયા
વસઇ વિજાપુર પોલીસ મથકો માં નોંધાઈ ફરીયાદો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં બાઇક ચોરો મોબાઈલ ચોરો બે ફામ બન્યા હોય તેમ મોબાઈલ અને બાઇકોની ચોરી ના બનાવો બની રહયા છે. પોલીસ બનાવો અટકે તે માટે સતર્ક બનવું જરૂરી બન્યું છે. ચોરીના બનેલા બનાવો માં વિજાપુર ના બસ સ્ટેન્ડ ખાતે ધનપુરા ગામના યુવક પોતાનું હીરોહોન્ડા બાઇક બસ સ્ટેન્ડ ખાતે પાર્ક કરીને કોલેજમાં કામ અર્થે ગયા હતા પાછા આવીને જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક નહીં મળતા શોધખોળ બાદ બાઇક ચોરીની વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે બીજી એક કુકરવાડા પાણીની ટાંકી પાસે પાર્ક કરેલુ બાઇકની ચોરી ની ફરીયાદ વસઇ પોલીસ મથકે નોંધાઈ છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના ધનપુરા ગામના ભરતકુમાર ચૌહાણ વિજાપુર બસ સ્ટેન્ડ ખાતે પોતાનું બાઇક જીજે 09 એકે 4114 હીરોહોન્ડા પાર્ક કરી ગણપત કોલેજ માં કામ અર્થે ગયા હતા. કોલેજમાં કામ પતાવી પરત આવતા સ્થળ ઉપર પોતાનું બાઇક નહીં મળી આવતા અજાણ્યા ઇસમ સામે 9000/- કિંમત નું બાઇક ચોરી ની ફરીયાદ નોંધાવી છે. જ્યારે બાઇક ચોરીના બીજા ગુના માં કુકરવાડા શાળાની સામે પાણી ની ટાંકી પાસે વિહાર ગામના અજમલજી ઠાકોર પોતાનું બાઇક પાર્ક કરીને કપડાં ની દુકાને નોકરી માટે ગયા હતા. તેઓ નોકરી કરી ઘરે જવા માટે બાઇક પાર્ક કરેલી જગ્યાએ આવતા સ્થળ ઉપર બાઇક નહીં જણાતા શોધખોળ કર્યા બાદ વસઇ પોલીસ મથકે રૂપિયા 15000/- ની બાઇક ચોરી થયા ની ફરીયાદ નોંધાવી છે. ચોરો એ નવો ટ્રેન્ડ અપનાવ્યો હોય તેમ છેલ્લા ઘણા સમયથી તાલુકા આસપાસ બાઇક મોબાઈલ ચોરી ના ગુનાઓ વધી રહ્યા છે.




