GUJARATJUNAGADH

૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજજ છે

૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૨૬૧૦૯૨ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે : તા.૧૯ જૂનના રોજ મતદાન સવારે ૭ કલાક થી સાંજના ૬ કલાક દરમિયાન કરી શકાશે મતદાન

૮૭- વિસાવદર વિધાનસભાની મતવિસ્તારની પેટા ચૂંટણી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજજ છે. તા.૧૯ જૂનના રોજ સવારે ૭ કલાક થી સાંજના ૬ કલાક દરમિયાન મતદાન યોજાશે. જૂનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૩૫,૬૦૯ પુરુષ, ૧,૨૫,૪૭૯ મહિલા અને ત્રીજી જાતિના ૦૪ મળી કુલ ૨,૬૧,૦૯૨ નોંધાયેલા મતદારો છે. તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ સવારે ૫-૩૦ કલાકે એજન્ટોની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફ દ્વારા પારદર્શક રીતે મોકપોલ કરવામાં આવશે. કુલ ૨૯૪ મતદાન મથકોમાં ૧૮૮૪ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ મતદાન મથક-૨૯૪ (૧૭-શહેરી, ૨૭૭-ગ્રામ્ય), મતદાન મથક સ્થળ-૨૧૨ (૦૭-શહેરી, ૨૦૫-ગ્રામ્ય) આવેલ છે અને તમામ મતદાન મથક ઉપર પ્રાથમિક જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ૨૯૪- મતદાન મથકો પૈકી એક મતદાન મથક કનકાઈ શેડો એરિયામાં આવેલ છે. આ મતદાન મથક પર સંદેશા વ્યવહાર માટે જંગલ ખાતાના અદ્યતન સંદેશા વ્યવહારનો ઉપયોગ કરવામાં આવશે.વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇવીએમ વીવીપેટ તેમજ અન્ય મટીરીયલની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક ઉપર દિવ્યાંગો માટે મતદાનની પ્રક્રિયાને સુગમ બનાવવા માટે માટે વ્હીલ ચેર પણ ઉપલબ્ધ રહેશે.જિલ્લા ચૂંટણી અધિકારશ્રીએ મતદાતાઓને ૧૯ જૂનના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!