વિજાપુર APMC માં દિવાળી નિમિત્તે ૯ દિવસનું વેકેશન જાહેર કરાયું
ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વ ની જાણ તારીખ ૧૮ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માર્કેટયાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં મુખ્ય માર્કેટયાર્ડ અને કુકરવાડા સબ માર્કેટયાર્ડના વેપારીએસોશીએશનના સંકલન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંગે APMCના સેક્રેટરી રમેશભાઈ એસ. પટેલના જણાવ્યા મુજબ, આગામી તારીખ ૧૮/૧૦/૨૦૨૫ ને શનિવારથી લઈને તારીખ ૨૬/૧૦/૨૦૨૫ ને રવિવાર સુધી તાલુકાનો મુખ્ય માર્કેટયાર્ડ તેમજ કુકરવાડા સબ માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી દિવાળીના તહેવાર દરમિયાન ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓને અનાજ કે જણસની હેરફેર કે વેચાણ માટેની કોઈ કામગીરી નહિ કરવા જાણ કરવામાં આવી છે, જેથી કોઈ અસુવિધા ઊભી ન થાય.દિવાળીના વેકેશન બાદ તારીખ ૨૭/૧૦/૨૦૨૫ ને સોમવારના દિવસથી માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ થઈ જશે. જેથી દિવાળી માટે જાહેર કરેલ રજા ના સમય ગાળા દરમ્યાન બજાર સમિતિ દ્વારા કોઈ ખરીદી વેચાણ કરવામાં આવશે નહીં તેવી જાણ કરવામાં આવી છે.