લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે કલેકટર યોગેશ નિરગુડેએ આકસ્મિક મુલાકાત લીધી
તા. ૦૬. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આકસ્મિક મુલાકાત લીધી
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા આકસ્મિક મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન કલેકટર યોગેશ નિરગુડેએ દવાઓના ઉપલબ્ધ સ્ટોક તેમજ લેબોરેટરી ટેસ્ટ વિશે માહિતી મેળવી હતી ઉપરાંત આરોગ્ય અંગેની સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય અંગેની તમામ સેવાઓ લાભાર્થીઓને સાચા અર્થમાં મળે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે દ્વારા કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા. જે દરમ્યાન અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ, ક્વોલિટી મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફીસર તેમજ આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા