વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન
કૃણાલ બારોટ પ્રમુખ તરીકે વિજયી, નવયુવાન ટીમને જવાબદારી oppo_0 હુંoppo_0
વિજાપુર :
વિજાપુર બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૫–૨૬ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી રાજેશ જી. પટેલ તેમજ તુલેશભાઈ વૈદ્યની ઉપસ્થિતિમાં કુલ ૧૦૯ મતદારોમાંથી ૯૯ મતદારોએ મતદાન કર્યું હતું.
caption id=”attachment_1537710″ align=”alignnone” width=”300″] oppo_0[/caption]પ્રમુખ પદ માટે કૃણાલ બારોટ, રતનભાઈ દેસાઈ, અમૃતભાઈ પટેલ તેમજ એ.સી. ગોસ્વામીએ ઉમેદવારી નોંધાવી હતી. કુલ ૯૯ મતોમાંથી સૌથી વધુ ૪૯ મત પ્રાપ્ત કરતાં કૃણાલ બારોટને પ્રમુખ તરીકે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
ઉ
oppo_0પરપ્રમુખ પદે અરવિંદસિંહ રાઠોડ (મહુડીવાળા) બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે સહમંત્રી પદે અનિલભાઈ સાધુ પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. મંત્રી પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેન્દ્રસિંહ વિહોલને ૫૧ મત મળતા તેઓ મંત્રી તરીકે ચૂંટાયા હતા.પ્રમુખ પદે વિજય પ્રાપ્ત કરનાર નવયુવાન એડવોકેટ કૃણાલ બારોટે જણાવ્યું હતું કે વકીલોને કોર્ટ પરિસરમાં પડતી અગવડો દૂર કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ફેમિલી કોર્ટ સહિત કોર્ટ બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય રજૂઆત કરવામાં આવશે. સિનિયર વકીલોને ઉપરના માળે આવજા કરવામાં મુશ્કેલી ન પડે તેમજ બહારથી આવનાર અસીલને પણ કોઈ તકલીફ ન થાય તે માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. તમામ વકીલોના સહકારથી સંસ્થાને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.
«
Prev
1
/
95
Next
»
કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
૩,૩૮,૨૭,૭૯૦/- નો ફ્રોડ કરનાર ગેંગના ત્રણ સાગરીતોને પકડી પાડતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ
મહિસાગર : કોઠંબા તાલુકા ની સુકા ટીંબા પ્રા શાળા માં આચાર્ય સમય સર ન આવતા શાળા ને તાળા બંધી..