વિજાપુર ભાણપુર ગામ સોલાર પરિવર્તન યોજના અંતર્ગત ગામ ઝગમગી ઉઠ્યો તાલુકાનું સોલાર પ્રોજેક્ટ નુ પ્રથમ ગામ બન્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ સોલાર પરિવર્તન યોજના અંતર્ગત ગામ ઝગમગી ઉઠ્યું હતુ. અને તાલુકામાં સોલાર પ્રોજેક્ટ થી ઝગમગાટ કરતું પ્રથમ ગામ બન્યું હતુ મળતી માહિતી મુજબ ભાણપુર ગામે સોલાર પરિવર્તન યોજના અંતર્ગત અનારબેન પટેલના NGO ના સહયોગથી સોલાર પ્રોજેક્ટના ખાર્તમૂર્હત ધારાસભ્ય સી.જે ચાવડા ની ખાસ ઉપસ્થિતિ માં કરવા માં આવ્યું હતુ.આ પ્રસંગે સોલાર પ્રોજેક્ટ એન જી ઓ અનારબેન પટેલ, જયેશભાઈ પટેલ, અમરભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, તાલુકા ભાજપ ના પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપના પ્રમુખ અગન બારોટ, એપીએમસીના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ ભાણપુર ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.ગામ માં સોલાર કરવાની પહેલ કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ નો ગ્રામજનો એ તાલુકા મા પ્રથમ વખત સોલાર પ્રોજેક્ટ વડે ગામ ને ઝગમગતું કરવા કેટલી મહેનત માટે ગ્રામજનો એ આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત માં સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યા માં હાજર આપી હતી.